GSTV

સલૂનમાં જતાં પહેલાં સો વાર વિચારજો! હેરસ્ટાઇલિસ્ટની એક ભૂલે 140 લોકોમાં ફેલાવ્યો કોરોના

કોરોના

અમેરિકામાં લોકડાઉનના નિયમોમાં છૂટછાટ આપવામાં આવ્યા બાદ અનેક પ્રાંતોમાં સલૂન ખોલવાની પણ પરવાનગી આપવામાં આવી છે. જો કે અમેરિકાના મિસૌરીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બે સલૂન વર્કર્સથી 140 લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાઇ ગયું છે. આ બંને કોરોનાના લક્ષણ દેખાતા હોવા છતાં ગત 8 દિવસથી સતત કામ કરી રહ્યાં હતાં અને આ દરમિયાન તેમના દ્વારા 140 લોકો સંક્રમિત થઇ ગયાં.

એક અહેવાલ અનુસાર, સ્પ્રિંગફીલ્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટે શનિવારે જણાવ્યું કે સલૂનમાં કામ કરતા બે એવા હેરસ્ટાઇલિસ્ટ વિશે જાણવા મળ્યું છે જેના પગલે 140 અન્ય લોકો સંક્રમિત થઇ ગયાં છે. ગ્રેટ ક્લિપ્સ નામના આ સલૂનમાં કામ કરી રહેલા બે કર્મચારી કોરોના સંક્રમિત હતા. તેમાંથી એકે 56 ગ્રાહકોને અને અન્ય એકે 84 ગ્રાહકો અને સલૂનના જ 7 કર્મચારીઓને સંક્રમિત કર્યા છે.

આ બંને પર આરોપ છે કે કોરોનાના લક્ષણો હોવા છતાં તેઓ કામ પર આવતાં હતાં અને સાથે જ તેમણે કોઇ સાવચેતી પણ ન રાખી. જણાવી દઇએ કે મિસૌરીમાં 4મેથી સલૂન ખુલી ગયાં હતા. અહીં કોરોનાના અત્યાર સુધી 11 હજાર 752 કેસ સામે આવ્યાં છે અને 676ના સંક્રમણના કારણે મોત નિપજ્યાં છે. મિસૌરીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા માઇક પાર્સન ગવર્નર છે.

પાસ્તા કંપનીમાં ફેલાયો કોરોના વાયરસ

અમેરિકામાં પાસ્તા બનાવતી એક કંપનીએ સ્પોકેન શહેરમાં સ્થિત પોતાની ફેક્ટરીમાં કોરોના વાયરસ ફેલાવાની ઘોષણા કરી છે. આ ખબર એવા સમયે આવી છે જ્યારે અમેરિકન સરકાર અર્થવ્યવસ્થાને ફરીથી ખોલવાની તૈયારી કરી છે. એક અહેવાલ અનુસાર ફિલાડેલ્ફિયા મેક્રોની કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે તેના 72 કર્મચારીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો અને 24 કર્મી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

કોરોના

સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે સ્પોકેન કાઉન્ટીમાં ગુરુવાર અને શુક્રવારની વચ્ચે 31 નવા કેસ સામે આવવાની સાથે જ સંક્રમણના કેસોની વૃદ્ધિ થઇ છે. કંપનીના અધિકારીઓએ જણાવ્યું કે ફેક્ટરીના તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને ફેક્ટરીને સંક્રમણ મુક્ત કરવામાં આવી છે. કંપની સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને ઓળખવા માટે સ્પોકેન રિઝનલ હેલ્થ ડિસ્ટ્રિક્ટ સાથે મળીને કામ કરી રહી છે.

બાઇડેને કરી આલોચના

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના પ્રબળ દાવેદાર જો બાઇડેને ટ્રમ્પની નિંદા કરી છે. બાઇડેને કહ્યું કે અમેરિકામાં કોરોનાથી આશરે એક લાખ લોકોના મોત નિપજ્યા છે અને ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યાં છે. હકીકતમાં ટ્રમ્પે લોકડાઉન શરૂ થયા બાદ પહેલીવાર શનિવારે વર્જીનિયામાં ગોલ્ફ રમ્યુ હતું. અમેરિકામાં અત્યાર સુધી 16 લાખ 66 હજાર 829 કેસ સામે આવ્યાં છે. જ્યારે 98 હજાર 683 મોત થઇ ચુક્યાં છે.

Read Also

Related posts

Eye Care : કલાકો સુધી સ્ક્રીન જોવાથી આંખો પર પડે છે દબાવ, આ રીતે કરો તેનું રક્ષણ

Vishvesh Dave

ઉદ્ધવ ઠાકરેના જન્મદિવસે સંજય રાઉતનું મોટું નિવેદન, મહારાષ્ટ્રથી કોઈ દેશની કમાન સંભાળશે તે ગમશે

pratik shah

સરકારી નોકરી / હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી: 12મા પાસ પાસે સુવર્ણ તક, અહીં કરો અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!