GSTV
Home » News » Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

જો તમે ટ્વીટર પર એક્ટિવ છો તો ઘણીવાર તમે જોયુ હશે કે,તમે અન્ય કોઈનું ટ્વીટ જોવા માંગો છો અને તમે ત્યાં જઈને જોવાનો પ્રયાસ કરો છો તો ત્યાં તમને એક મેસેજ દેખાય છે. આ મેસેજમાં લખેલું હોય છેકે, આ ટ્વીટર પર હવે ઉપલબ્ધ નથી. ટ્વીટર પર તમારી વાતચીતની અમુક ટ્વીટો ગાયબ થઈ જાય છે, તો હવે જલ્દીથી તમે તેની જાણકારી પ્રાપ્ત કરી શકશો. માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર હવે જલ્દીથી પોતાની નોટિસ “ ધીસ ટ્વીટ ઈસ અનઅવેઈલેબલ” પર કામ કરવા જઈ રહ્યુ છે.

ટ્વીટરનાં યુઝર્સને હાલમાં ટ્વીટ ડિલીટ થવા પર આ મેસેજ આવે છે. હવે કંપની તરફથી કહેવામાં આવ્યુ છેકે, થોડા સપ્તાહની અંદર જ આ સમસ્યાને સુધારવામાં આવશે. હવે જો ટ્વીટ ગાયબ થાય છે તો ફક્ત અનઅવેઈલેબલનો મેસેજ જ નહી મળે, પરંતુ તેની સાથે પર્યાપ્ત કારણ પણ જણાવવામાં આવશે. કે શા માટે ટ્વીટને ડિલીટ કરવામાં આવી છે. ટ્વીટર તરફથી એક અધિકારી કાયવ બેયપોરે આ જાણકારી આપી હતી.

અત્યાર સુધી એવું થતુ હતુક, અમુક લોકો આપત્તિજનક ટ્વીટ કરી દેતા હતા તો તે પોતે જ તેને ડિલીટ કરી દેતા હતા. ત્યારબાદ અન્ય કોઈને તે ટ્વીટ દેખાતું ન હતુ. ફક્ત અનઅવેલેબલનો મેસેજ જ જોઈ શકાય છે. હવે નવી વ્યવસ્થા હેઠળ જે ટ્વીટ માટે આ મેસેજ આવશે. તેના માટે ત્યાં કારણ પણ લખેલું દેખાશે કે, તે ટ્વીટને ક્યાં કારણોસર ડિલીટ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો? તો થશે ફાયદો જ ફાયદો, બદલાઈ જવાના છે આ નિયમો

Arohi

પ્રેમી જોડાને પ્રેમ કરવો પડ્યો ભારે, ગામનાં લોકોએ મોઢામાં પેશાબ કર્યો અને ગુપ્તાંગમાં સળીયો નાખ્યો

Mayur

જે હેડક્વાર્ટરનું ચિદંબરમે કર્યુ ઉદ્ઘાટન, તેમાં જ આરોપી બનાવીને લાવી CBI

Bansari
Do NOT follow this link or you will be banned from the site!