GSTV

મસૂદ મુદ્દે સાથ આપવા બદલ ભારત પાસે અમેરિકાએ માંગી આ મોટી કુર્બાની

america india masood

મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા સમર્થન આપવા અમેરિકાએ ભારત સાથે સોદાબાજી શરૂ કરી. આ મામલે અમેરિકાએ ભારત પાસે સૌથી મોટી કુર્બાની માગી છે. અમેરિકાએ એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત  ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે તો અમેરિકા મસૂદ મુદે ભારતને ટેકો આપવા તૈયાર છે.

modi-donaldtrump

અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધથી ચાબહાર પરિયોજના પર કોઈપણ પ્રકારની અસર પડવાની નથી. પરંતુ ભારત  ઈરાન પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે. અમેરિકાએ આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે ટ્રમ્પ પ્રશાસને ભારત સહિત દુનિયાના આઠ દેશોને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ  મુક્યો છે. 

જોકે, અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ અને પુનર્નિમાણ સંબંધી મદદ માટે કેટલાક પ્રતિબંધને લાગુ કરવામાં આવ્યા નથી. એક સવાલના જવાબમાં વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ કે, અમેરિકાના પ્રતિબંધથી ભારત અને ઇરાનના સંબંધમાં કોઈપણ પ્રકારની અસર પડવાની નથી. પરંતુ આ મામલે ભારતે વિચાર કરી લેવો જોઈએ. મહત્વપૂર્ણ છે કે, અમેરિકાએ ઈરાન પર દબાણ વધારવા દુનિયાના કેટલાક દેશો પર પ્રતિબંધનો દંડો ચાલાવ્યો છે. જેનો વિરોધ ભારતે પણ કર્યો છે.

Read Also

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!