GSTV

આતંકીઓને લાડ લડાવનારા ઈમરાન ખાનને અમેરિકાએ લગાવી ફટકાર, ‘વાયદો યાદ છે ને?’

Last Updated on October 13, 2019 by Mayur

આતંકવાદીઓને પનાહ આપી રહેલા પાકિસ્તાનને અમેરિકાએ ફરી એક વખત ફટકાર લગાવી છે. અમેરિકાએ વધુ એક વખત ઇમરાન ખાનને આતંકના આકા હાફિઝ સઇદ અને અન્ય આતંકીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે. અમેરિકામાં વિદેશ વિભાગમાં દક્ષિણ એશિયા મામલાઓના પ્રભારી એલિસ વેલ્સે ઇમરાન ખાનને તેમનો જૂનો વાયદો યાદ અપાવ્યો. કે જેમાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવી એ પાકિસ્તાનના પોતાના ભવિષ્ય માટે જરૂરી છે.

એલિસ વેલ્સે જણાવ્યું કે લશ્કર-એ-તૈયબાના હુમલાઓથી પીડિત લોકોને એ હક છે કે તેઓ હાફિઝ તેમજ અન્ય આતંકીઓને સજા મળતી જુએ. હાફિઝ સઇદ 26-11 મુંબઇ હુમલા સહિત અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ છે. ભારતે તેના વિરૂદ્ધ અનેક મજબૂત પૂરાવાઓ રજૂ કર્યા છે. પરંતુ હજુ સુધી પાકિસ્તાને તેની વિરૂદ્ધ કાર્યવાહીના નામે ફક્ત દેખાડો કર્યો છે.

READ ALSO

Related posts

Tokyo Olympics: 10 વર્ષની ઉંમરથી લીધી ટ્રેનિંગ, પિતા રોજ 40 કિમી દૂર સુધી દૂધ-ફળ આપવા આવતા પિતા, જાણો કોણ છે રવિ દહિયા

Bansari

મોદી કેબિનેટનો નિર્ણય: સમગ્ર શિક્ષણ સ્કીમ 2.0ને મળી મંજૂરી, સરકારી શાળાઓમાં પણ હશે પ્લે સ્કૂલ

pratik shah

મોટા સમાચાર / PM નરેન્દ્ર મોદી કેબિનેટે લીધા મહત્વપૂર્ણ નિર્ણય, 2.95 લાખ કરોડ રૂપિયાની 2 યોજનાઓને મંજૂરી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!