GSTV
Corona Virus News World

કોરોના સામે મહાસત્તા અમેરિકા ઘૂંટણિયે, એક જ દિવસમાં કોરોનાના 37,077 કેસ નોંધાયા

અમેરિકામાં  કોરોનાવાયરસથી સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે, દેશમાં આ ખતરનાક વાયરસના કારણે વિનાશ સર્જાયો છે. અહીં એક જ દિવસમાં સૌથી વધુ 37077 નવા કેસ નોંધાયા છે. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ ઉપરાંત એક જ દિવસમાં અહીં 2430 લોકોનાં મોત થયાં છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં ૨4 લાખથી પણ વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે 124,410 લોકોનાં મોત થયાં છે.

સતત વધી રહ્યા છે મોતના આંકડા

ન્યૂયોર્કમાં અત્યાર સુધી 31301 લોકોનાં મોત થઇ ચુક્યા છે. ન્યૂ જર્સીમાં અત્યાર સુધીમાં 14872 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય અમેરિકાના ઘણા શહેરોમાં પણ છૂટ આપવામાં આવી છે. સીએનએન અનુસાર, ઘણી જગ્યાએ લોકો માસ્કનો ઉપયોગ નથી કરતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકામાં યુવાનો પણ કોરોનાથી મરી રહ્યા છે.

એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ

આ પહેલા 24 એપ્રિલના રોજ, એક જ દિવસમાં સૌથી વધુ 36426 કોરોના કેસ નોંધાયા હતા. સીએનએન મુજબ, અમેરિકાનાં દરેક  રાજ્યમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ન્યુ જર્સીમાં એક જ દિવસમાં મૃત્યુના સૌથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, ન્યુ યોર્ક અને કેલિફોર્નિયામાં પણ કેસ વધી રહ્યા છે. ફ્લોરિડા અને ટેક્સાસમાં 5000 થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે કેલિફોર્નિયામાં કોરોનામાં 7000 નવા લોકોને ચેપ લાગ્યો છે. છેલ્લા 14 દિવસમાં અહીંની હોસ્પિટલો 32 ટકા જેટલી ભરાઇ ગઇ છે.

કોરોનાની સ્થિતિ ચિંતાજનક

અમેરિકામાં કોવિડ -19 ચેપની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આવતા અઠવાડિયામાં, દર્દીઓ વધુ ઝડપથી વૃદ્ધિ કરશે અને વાયરસ પર કોઈ નિયંત્રણ નથી. વ્હાઇટ હાઉસ કોવિડ -19 ટાસ્ક ફોર્સના ટોચના ચેપી રોગના નિષ્ણાંત ડો. એન્થોની ફૌસીએ દાવો કર્યો છે કે આગામી કેટલાક અઠવાડિયા ખૂબ ગંભીર છે.

અંદાજિત 2 કરોડ લોકો થશે કોરોનાથી સંક્રમિત

અમેરિકામાં એક નવું અનુમાનમાં દાવો કરાયો છે કે દેશમાં કોરોના વાયરસ ફેલાયાની શરૂઆત પછી લગભગ બે કરોડ લોકોને ચેપ લાગ્યો છે. આ તથ્ય મુજબ, મોટી સંખ્યામાં લોકોનું જીવન જોખમમાં છે. આ આંકડો અમેરિકામાં પ્રકાશિત થયેલા કોવિડ-19 નાં 24 લાખ પુષ્ટિ થયેલા કેસોથી લગભગ દસ ગણો વધારે છે.

Related posts

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV