GSTV
News World ટોપ સ્ટોરી

ઈરાને કમાન્ડરના મોતનો બદલો લેવાની અમેરિકાને આપી ધમકી, અમેરિકાએ 3000 સૈનિકો ખાડીમાં ખડકી દીધા

ઈરાન અને અમેરિકાના તણાવ વચ્ચે વિશ્વમાં યુદ્ધનો ખતરો તોળાય રહ્યો છે. ઈરાને પણ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેશે તેવી ચીમકી આપી છે. ત્યારે આ ખતરાને જોતા અમેરિકાએ વધુ 3000 સૈનિકો ખાડી દેશ તરફ મોકલ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકાના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ કહ્યું કે જે 3000 સૈનિકોને ગલ્ફ મોકલવામાં આવી રહ્યાં છે તેઓ 82 એરબોર્ન ડિવિઝનના છે અને નોર્થ કેરોલિના સ્થિત ફોર્ટ બ્રેગ સાથે સંબંધ રાખે છે.

3000 સૈનિકોના આ ટ્રુપમાં 700 સૈનિકો સિવાયના અન્ય સૈનિકોને આ સપ્તાહે જ કુવૈત મોકલવામાં આવ્યા હતા. અમેરિકાએ આ તહેનાતી ત્યારે કરી હતી જ્યારે ઈરાન સમર્થિત સૈનિકોએ અમેરિકાની એમ્બેસી પર હુમલો કર્યો હતો. ગત સપ્તાહે 700 સૈનિકોની તહેનાત કર્યા તે પહેલાં અમેરિકા મે માસથી ગત સપ્તાહ સુધી 14,000 સૈનિકો મધ્ય-પૂર્વમાં મોકલ્યા હતા. મેમાં જ અમેરિકાએ સાર્વજનિક રીતે સ્વીકાર્યુ હતું કે ઈરાન અમેરિકાના કેટલાંક ઠેકાણાં પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.

ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે, અને વિશ્વના લોકો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી રહી છે. પરંતુ અમેરિકાએ તેનો ઈનકાર કર્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જે એકશન લેવામાં આવ્યું છે યુદ્ધ શરૂ કરવા માટે નહીં પરંતુ યુદ્ધ ખતમ કરવા માટે લેવામાં આવ્યા છે.

મોડી રાત્રે ફરી અમેરિકાએ ઈરાકમાં ઈરાનના ગ્રુપને બનાવી ટાર્ગેટ

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત પછી ટ્રમ્પનું આ પ્રકારનું નિવેદન આવ્યું છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાએ ફરી ઈરાકમાં ઈરાનના એક ગ્રુપને ટાર્ગેટ બનાવી મિસાઈલ છોડી છે જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે. આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે કહ્યું હતું કે યોગ્ય સમય અને તક મળતાં જ આ હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વધ્યો

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ વધ્યો છે. ત્યારે ગજગ્રાહ વચ્ચે અમેરિકાએ ફરી એક વખત ઈરાક પર મિસાઈલ છોડી છે. આ હુમલો પણ ઈરાનને નિશાન બનાવીને જ કરવામાં આવ્યો છે. આ હુમલો સંગઠન હશદ અલ શાબીને નિશાન બનાવીને અમેરિકાએ આ હુમલો કર્યો છે. હશદ અલ શાબી તે જ સંગઠન છે જેને ઈરાનનું સમર્થન મળેલું છે.

હુમલામાં 6 લોકોના મોત

બગદાદમાં ઉત્તરમાં કેમ્પ તાઝી પર થયેલા હુમલામાં 6 લોકોના મોત નિપજ્યા છે. હુમલો સ્થાનિક સમય મુજબ રાત્રે એક વાગ્યેને 12 મિનિટે થયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ હુમલો રોકેટ વડે કરવામાં આવ્યો છે. રોકેટ ગાડી પર જઈને પડ્યું હતું જે બાદ કારમાં આગ લાગી હતી, જેના કારણે 6 લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ આ હુમલામાં પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સના એક મોટા નેતાનું મોત નિપજ્યું છે. જો કે આ વાતની હજુ કોઈ પુષ્ટી થઈ નથી.

READ ALSO

Related posts

આ 7 જજ આગામી 6 મહિનામાં સુપ્રીમ કોર્ટ(Supreme Court)માંથી નિવૃત્ત થશે, જેમાંથી ત્રણ છે કોલેજિયમના સભ્યો

Padma Patel

BIG NEWS: મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લવાશે, સરકારી અધિકારીનો બંગલો પચાવી પાડવા મુદ્દે નોંધાઈ છે ફરિયાદ

pratikshah

ખોટા કેસમાં સપડાયેલ નિર્દોષોને આખરે મળ્યો ન્યાય, આરોપી પોલીસકર્મીઓને સજા

Siddhi Sheth
GSTV