અમેરિકાના સંરક્ષણ વિભાગે દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન ભારતમાં ગુમ થયેલા એના 400થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. આ માટે એણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (એનએફએસયુ) સાથે હાથ મિલાવ્યા છે. એનએફએસયુના નિષ્ણાતો અમેરિકી સંરક્ષણ વિભાગ અંતર્ગત કાર્યરત ડીપીએએ નામના એક અન્ય સંગઠનને મદદ કરશે. ડીપીએએ, યુધ્ધ દરમિયાન ગુમ થયેલા અને પકડી લેવાયેલા સૈનિકોના ખબર – અંતર વિષે માહિતી રાખે છે.

એનએફએસયુમાં ડીપીએએેના મિશન પરિયોજના પ્રબંધક ડો.ગાર્ગી જાનીએ કહ્યું કે અમેરિકાના ગુમશુદા સૈનિકોના અવશેષોને શોધવામાં શક્ય બધી મદદ કરાશે.
અમેરિકાના 81,800 સૈનિકો થયા હતા ગુમ
ડો.ગાર્ગીએ કહ્યું કે એજન્સીની ટીમો દ્વિતીય વિશ્વયુધ્ધ, કોરિયાઇ યુધ્ધ વિયેટનામ યુધ્ધ, શીત યુધ્ધ અને ઇરાકના ખાડી યુધ્ધ સહિત અમેરિકાના અગાઉના સંઘર્ષ દરમિયાન ગુમ થયેલા સૈનિકોના અવશેષોની ભાળ શોધીને એમની ઓળખવિધિ કરીને એમને પાછા લાવવાની કોશિશ કરશે.

દ્વિતીય વિશ્વયુધ્ધ, કોરિયાઇ યુધ્ધ, વિયેટનામ યુધ્ધ અને શીતયુધ્ધ દરમિયાન અમેરિકાના 81,800 સૈનિકો ગુમ થયા છે, જે પૈકીના 400 ભારતમાં ગુમ થયા છે. એન એફ એસ યુ, ડીપીએએને એના કામમાં વૈજ્ઞાનિક અને લોજિસ્ટિક સ્વરૃપે શક્ય બધી મદદ કરશે, એમ ડો.ગાર્ગીએ ઉમેર્યું.
Read Also
- પશ્ચિમ બંગાળ/ શક્તિગઢમાં ભાજપના નેતા રાજુ ઝાની ગોળી મારીને હત્યા કરી, આરોપીઓ પોલીસ પકડથી દૂર
- ED કેસ: ED ભ્રષ્ટાચારને ડામવા માટેનું ઘાતક હથિયાર, 9 વર્ષમાં 95000 કરોડની ગેરકાયદેસર સંપત્તિઓ કરાઈ જપ્ત
- ભેજાબાજ ગઠિયાઓએ લોકોને વિશ્વાસમાં લીધા અને 300 કિલો સોનું લઈને થઈ ગયા ફરાર, 700 લોકો સાથે કર્યો વિશ્વાસઘાત
- NMACCના ભવ્ય ઉદઘાટનમાં નીતા અંબાણીના ભરતનાટ્યમ પર્ફોર્મન્સે મંત્રમુગ્ધ કર્યા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
- BIG NEWS:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસના ચુકાદાને પડકારશે, સુરત કોર્ટે ફટકારી હતી 2 વર્ષની સજા