GSTV

અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટનો ચોંકવનારો ખુલાસો, દેશમાં કોરોનાથી થયા છે લાખો મોત!

કોરોના

Last Updated on July 20, 2021 by pratik shah

દેશમાં જીવલેણ કોરોના વાયરસના કારણે ભારે અરાજકતા સર્જાઈ હતી. ત્યારે સંક્રમણમાં પણ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ ઘણા રાજ્યોમાં કેસો પણ સતતવધી રહ્યા છે. ત્યારે એક રિપોર્ટમાં ચોંકાવનારો સામે આવ્યા છે. જેમાં દેશમાં કોરોનાને કારણે 47 લાખ લોકોનાં થયા મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ભારતમાં સરકારી આંકડાથી 10 ગણા વધુ એટલે કે 47 લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

ભારતમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન સંક્રમણનાં કારણે સૌથી વધુ મોત

ભારતમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન સંક્રમણનાં કારણે સૌથી વધુ મોત થયા હતા, સંસોધકોએ જણાવ્યું કે ખરેખર તો મોત કેટલાય મિલિયન હોઇ શકે છે, અને જો આ આંકડા સાચા હોય તો આ ભારતનાં વિભાજન બાદની સૌથી મોટી હોનારત છે, સેન્ટરે સ્ટડી હેઠળ કોરોના દરમિયાનમાં થયેલી મોત અને તે પહેલાનાં વર્ષોમાં થયેલા મોતનું વિષ્લેષણ કર્યું છે, તેનાં આધારે જ સેન્ટરે 2020થી 2021 દરમ્યાન મોતનો આંકડો કાઢ્યો છે, અને તેને કોરોનાથી જોડતા સરકારનાં આંકડા પર સવાલ ઉઠાવ્યો છે.

સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુની સંખ્યાને કોરોના સાથે જોડવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમામ અનુમાનો સૂચવે છે કે કદાચ કોરોના ચેપને કારણે, અગાઉના વર્ષોની તુલનામાં આ સમયગાળામાં મૃત્યુઆંક એટલો વધી ગયો છે.

READ ALSO

Related posts

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana

અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને ગ્રીનકાર્ડ આપવાની યોજના ઉપર લાગી બ્રેક, હજારો ગુજરાતીઓનું સ્વપ્ન રોળાયુ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!