દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ આ વાતથી પરેશાન, સોશિયલ મીડિયામાં બન્યો મજાકનું કેન્દ્ર

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ હાલમાં ઉંદરોના આતંકથી ઝઝૂમી રહ્યો છે. જેને લઇને સોશિયલ મીડિયામાં લોકો આ દેશની મજાક ઉડાવી રહ્યાં છે. અહીં તમને જણાવવાનું કે અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં ઉંદરનો આતંક છવાયેલો રહ્યો છે. ઉંદરોને વોશિંગ્ટનની શેરીઓમાં ફરતા જોઇને અને ખોરાકની શોધમાં કચરાની આજુબાજુ ફરતા દેખાય તે વાત તો હવે સામાન્ય થઇ ગઇ છે.

વોશિંગ્ટન ડીસીમાં સરેરાશ દર પાંચ ફૂટના અંતરે એક ઉંદર જોવા મળે છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે આ ઉંદર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસના બગીચા સુધી પહોંચી ગયા છે. એક ખાનગી સમાચાર ચેનલના સંવાદદાતાએ ઉંદરોને વ્હાઈટ હાઉસના લૉનમાં જોયા હતાં. સંવાદદાતાએ ટ્વિટ કરીને તેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરી છે. ત્યારબાદ આ સમાચાર ઝડપથી વાયરલ થઇ રહ્યાં છે અને લોકો તેની પર અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

આ કંઈ પ્રથમ વખત બન્યુ નથી કે અમેરિકામાં ઉંદરોનો આંતક આ રીતે જોવા મળ્યો છે, આ અગાઉ પણ 2015માં ન્યૂયોર્ક શહેરના ભીડવાળા રસ્તા પર લોકોએ ઉંદરોને પિઝા ખાતા જોયા હતા. તે સમયે આ ઘટના પર ઘણી ચર્ચા થઇ હતી. લોકોએ તેને પિઝા રેટનુ નામ આપ્યુ હતું. વ્હાઈટ હાઉસ લૉનમાં દેખાયેલા ઉંદરોની ઘટના પર લોકોએ સોશિયલ મીડિયા સાઇટ પર મીમ્સ બનાવવાનું શરૂ કર્યુ છે. તો કેટલાંક લોકોએ આ ઘટના પર ટિપ્પણી કરતા લખ્યું કે ઉંદરો નોકરી માંગવા વ્હાઈટ હાઉસ આવ્યા હતા અને ડૂબતુ જહાજ જોઇને ભાગી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટન ડીસી એટલેકે ડિસ્ટ્રિક્ટ ઑફ કોલમ્બિયાનુ આરોગ્ય ખાતુ ઉંદરો સામે લડવા માટે ખાસ્સી રકમ ખર્ચ કરે છે. પરંતુ તેમ છતાં ઉંદરોની સંખ્યા પર કાબુ મેળવવામાં આવતો નથી. એવુ લાગે છે કે ઉંદરો સામે લડવા માટે હવે અમેરિકાએ કોઈ નવી રણનીતિ બનાવવી પડશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter