અમેરિકાએ ભારતીય ઉપખંડમાં શાંતિ જાળવવા બદલ ભારતના વખાણ કર્યા

અમેરિકાએ ભારતીય ઉપખંડમાં શાંતિના પ્રયાસો માટે ભારતના વખાણ કર્યા છે. પેન્ટાગોનમાં અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મેટ્ટીસે પાકિસ્તાન પર નિશાન સાધતા કહ્યું હતુ કે ભારતીય ઉપખંડ અને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપિત કરવા માટે 40 વર્ષનો સમય ઘણો હતો.

શાંતિ માટે હજુ સતત પ્રયાસ કરી રહેલા સંયુક્ત રાષ્ટ્ર, ભારતીય પીએમ મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનિનું સમર્થન કરવાની જરૂરિયાત છે. મેટ્ટીસે કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના લોકોની સુરક્ષા માટે કટ્ટીબદ્ધ છે. તેમણે આ વાત ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ સાથેની મુલાકાત બાદ જણાવી.

ભારતના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અમેરિકાની મુલાકાતે છે. સોમવારે તેમણે ભારતીય પ્રતિનિધિમંડળ સાથે પોતાના અમેરિકન સમકક્ષ જેમ્સ મેટ્ટીસ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી.

આ બેઠકમાં ભારત અને અમેરિકાના સંબંધોને વધુ મજબૂત બનાવવા તેમજ બંને દેશો વચ્ચેની રક્ષા ડીલને આગળ ધપાવવા અંગે ચર્ચા થઇ. ભારત દ્વારા રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીની વિવાદ પર મેટ્ટીસે કહ્યું કે આ મુદ્દાને બંને દેશના અધિકારી મળીને વહેલીતકે ઉકેલી લેશે. તેમણે આશા વ્યક્ત કરી કે ભારતને એસ-400 ખરીદવામાં રાહત મળી શકે છે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter