GSTV
World

Cases
3268896
Active
2729527
Recoverd
380237
Death
INDIA

Cases
101497
Active
100303
Recoverd
5815
Death

વિશ્વમાં 6.45 લાખ COVID-19નાં દર્દીઓ: 1 લાખ દર્દીઓ ધરાવતો અમેરિકા પ્રથમ દેશ

કોરોના વાઈરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં સતત વધી રહ્યો છે. ચીન પછી અમેરિકા, ઈટાલી અને સ્પેન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સમગ્ર વિશ્વમાં શનિવારે કોરોનાના કેસનો આંકડો ૬.૪૫ લાખથી વધુ થઈ ગયો હતો જ્યારે અમેરિકામાં નવા ૧૬૫૨ કેસ સાથે કુલ કેસની સંખ્યા એક લાખથી વધુ થઈ ગઈ છે જ્યારે નવા ૩૫નાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૩૧ થઈ ગયો છે. વિશ્વમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૦ હજારની નજીક પહોંચી ગઈ છે. ઈટાલી અને સ્પેનમાં એક જ દિવસમાં છેલ્લા કેટલાક દિવસથી ૫૦૦થી વધુનાં મોતની સ્થિતિ યથાવત્ રહી છે. ઈટાલીમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૦૦ને પાર થઈ ગયો છે જ્યારે સ્પેનમાં અંદાજે ૬,૦૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. જોકે, ૧,૩૮,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે.

વિશ્વમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો

વિશ્વમાં કોરોના વાઈરસથી પીડિત દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો સ્પષ્ટપણે સંકેત આપે છે કે વિશ્વએ ઘણી લાંબી લડત લડવાની છે. જર્મન ચાન્લેસલર એન્જેલા મર્કેલે એક ઓડિયો સંદેશામાં જણાવ્યું હતું કે, આ તબક્કે આપણે કોરોનાનો પ્રસાર સંપૂર્ણપણે અટકાવી શકીશું નહીં, પંરતુ આપણે દૈનિક નવા કેસોની સંખ્યામાં ઘટાડો કરવાનો પ્રયત્ન જરૂર કરી શકીએ છીએ. આમ કરવાથી કોરોનાનો પ્રસાર ધીમો થઈ શકશે. મર્કેલ પોતે કોરોનાનો કેસ પોઝીટીવ આવતાં હોમ ક્વોરેન્ટાઈનમાં છે. મર્કેલે દેશવાસીઓને ધીરજ રાખવા અપીલ કરી હતી. જર્મનીમાં આવશ્યક ચીજો સિવાયની બધી જ દુકાનો બંધ કરી દેવાઈ છે અને બેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ પ્રતિબંધો ૨૦મી એપ્રિલ સુધી ચાલશે. 

ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં પરિસ્થિતિ ખરાબ

ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાંની હેલ્થ સિસ્ટમે કોરોના સામે હથિયાર હેઠાં મુકી દીધા છે. યુરોપમાં કોરોના વાઈરસનો પ્રસાર અટકાવવા માટે ઈંગ્લેન્ડ સહિતના દેશોએ લોકડાઉનની જાહેરાત કરતાં અત્યંત વ્યસ્ત અને ગીચ વસતીવાળા શહેરોમાં રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. સ્પેનમાં પણ લગભગ બે સપ્તાહથી લોકોને ઘરોમાં જ રહેવા નિયંત્રણો મૂકી દેવાયા છે. સ્પેનમાં શનિવારે એક જ દિવસમાં ૮૩૨થી વધુનાં મોત નીપજ્યાં હતા. આ સાથે તેનો કુલ મૃત્યુઆંક ૫૮૧૨ થયો હતો. સ્પેનમાં એક જ દિવસમાં ૮,૦૦૦થી વધુ નવા કેસો સાથે કુલ સંખ્યા ૭૨,૦૦૦થી વધુ થઈ ગઈ હતી. સ્પેનમાં કોરોના સામે લડતા ડોક્ટર્સ, નર્સ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ સતત કામ કરી રહ્યા છે ત્યારે ત્યાં ૯,૦૦૦થી વધુ હેલ્થ વર્કર્સ પણ કોરોનાના ચેપનો ભોગ બન્યા છે. બ્રિટનમાં વડાપ્રધાન બોરીસ જ્હોન્સન અને સ્વાસ્થ્ય મંત્રી પછી હવે વધુ એક કેબિનેટ મંત્રી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સ્કોટીશ સેક્રેટરી એલિએસ્ટર જેકમાં કોરોનાના લક્ષણો જણાયા હતા. આથી તેઓ સેલ્ફ આઈસોલેશનમાં ગયા હોવાની તેમણે જાહેરાત કરી હતી. આ સાથે બ્રિટનમાં શનિવારે કોરોનાથી કુલ મૃત્યુઆંક ૧,૦૦૦થી વધુ થઈ ગયો છે.

કોરોનાનું એપી સેન્ટર ચીનમાંથી હવે પશ્ચિમ તરફ શીફ્ટ

કોરોનાનું એપી સેન્ટર ચીનમાંથી હવે પશ્ચિમ તરફ શીફ્ટ થયું છે ત્યારે ચીનમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ઘટી છે. ચીનમાં શનિવારે કોવિડ-૧૯ના નવા માત્ર ૫૪ કેસ નોંધાયા હતા. ચીનમાં કોરોનાપર એકંદરે નિયંત્રણ મેળવી લેવાયું હોવાથી વુહાનમાંથી છ સબવે લાઈન્સને મર્યાદિત નિયંત્રણો સાથે ખુલ્લી મુકાઈ હતી. વુહાનના પાંચ જિલ્લાઓના ૧.૧ કરોડ લોકો પરના પ્રવાસ નિયંત્રણો હળવા કરાયા હતા. ચીનમાં શનિવારે નોંધાયેલા ૫૪ કેસ ઈમ્પોર્ટેડ છે.  છેલ્લા બે દિવસમાં દેશમાં સ્થાનિક સ્તરે કોઈ નવો કેસ નોંધાયો નહીં  હોવાનું નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું.  પાકિસ્તાનમાં પણ કોરોનાનો પ્રકોપ વધ્યો છે. પાકિસ્તાનમાં કોરોનાના કેસની સંખ્યા ૧,૪૦૮ થઈ હતી અને મૃત્યુઆંક ૧૧ થયો હતો. પાકિસ્તાનમાં કોરોનાના મોટાભાગના દર્દીઓ ઈરાનથી પરત ફરેલા લોકો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. વિશ્વમાં કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે ૧,૩૭,૦૦૦થી વધુ લોકો સાજા થયા છે.

READ ALSO

Related posts

અમદાવાદ: AMCની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, રિવરફ્રન્ટ હાઉસ ખાતે મહત્વનાં મુદ્દાઓ પર થશે ચર્ચા

pratik shah

ગુજરાતીઓ છે નસીબવંતા, આ 8 ભયંકર ચક્રવાતોએ કરી છે કોશિષ પણ ગુજરાત સુધી નથી પહોંચી શક્યા, નિસર્ગના પણ થયા એવા જ હાલ

Arohi

70 પ્રદર્શનકારીઓને પોતાના ઘરમાં શરણ આપીને આ ભારતીય-અમેરિકન બિઝનેસમેન બની ગયો ‘હીરો’

Bansari
Do NOT follow this link or you will be banned from the site!