GSTV
Home » News » ચીને વિશ્વની મહાસત્તા પર લગાવ્યો ગંભીર આરોપ , યુનાઈટેડ્સ ઓફ અમેરિકા ટ્રેડ વોરમાં આ ફેલાવી રહ્યું છે…..

ચીને વિશ્વની મહાસત્તા પર લગાવ્યો ગંભીર આરોપ , યુનાઈટેડ્સ ઓફ અમેરિકા ટ્રેડ વોરમાં આ ફેલાવી રહ્યું છે…..

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે બંને દેશોના સંબંધોમાં તંગદિલી સર્જાઈ છે. તે દરમિયાન ચીને મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે અમેરિકા વિશ્વમાં આર્થિક આતંકવાદ ફેલાવી રહ્યું છે, પણ ચીન તેનો મક્કમતાથી સામનો કરશે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના સંદર્ભમાં ચીનના નાયબ વિદેશ મંત્રી ઝાંગ હનહૂઈએ પ્રેસ કોન્ફરન્સમાં અમેરિકન વેપારીનીતિની આકરી ઝાટકણી કાઢી હતી.

trade war china

ચીન અમેરિકાને તાબે થશે નહીં અને લડત આપશે. અમેરિકા આર્થિક તાકાતથી વિશ્વમાં આર્થિક આતંકવાદ ફેલાવી રહ્યું છે અને આર્થિક આતંકવાદથી વિશ્વના કેટલાય રાષ્ટ્રોને ડરાવે છે, પરંતુ ચીન ડર્યા વગર અમેરિકાને જડબાતોડ જવાબ આપશે. ચીનના ઉપ વિદેશ મંત્રીએ અમેરિકાને આ યુદ્ધ અહીં જ અટકાવી દેવાની શિખામણ આપતા કહ્યું હતું કે આ ટ્રેડ વોરમાં કોઈ વિજેતા નહીં હોય. જો અમેરિકા એમ માનતું હોય કે તે ચીન ઉપર આકરી ડયુટી લગાવીને વેપારી યુદ્ધમાં જીતી જશે તો એ અમેરિકાની ભૂલ હશે.આ યુદ્ધ ક્યારેય અટકવાનું નથી.

અમેરિકાએ ચીનની દિગ્ગજ કંપનીઓની પ્રોડક્ટ સામે આયાત વેરો લગાવ્યો તે પછી ફરીથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરનો મુદ્દો વધુ ઉગ્ર બની ગયો છે. જવાબમાં ચીને પણ અમેરિકાની આયાતમાં ટેરિફ લગાવ્યો છે. આ બંને દેશોના ટ્રેડ વોરની અસર આખાય એશિયાના અર્થતંત્ર ઉપર થઈ રહી હોવાનો મત અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કર્યો હતો.

ટ્રેડ વોર શરૃ થયા પહેલાં ચીન અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર હતું. ચીની ચીજ-વસ્તુઓનું અમેરિકામાં મોટું માર્કેટ છે અને આ ટેરિફ લાગ્યા પછી ચીનની નિકાસમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. અમેરિકાએ ૫૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ ઉપર ૨૫ ટકા અને ૨૦૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ ઉપર ૧૦ ટકાનો વધુ ટેરિફ લગાવ્યો હતો.

READ ALSO

Related posts

સોનભદ્ર જવા માટે અડગ પ્રિયંકા ગાંધી : જામીન લેવાની પાડી ના, કહ્યું- જેલ જવા તૈયાર

Nilesh Jethva

નોર્થ કોરિયાએ જીત્યું 2019 ઈન્ટરકોન્ટિનેંટલ કપનો ખિતાબ, ફાઈનલમાં તઝાકિસ્તાનને હરાવ્યું

Path Shah

સ્વતંત્રતા દિવસનાં રાષ્ટ્રજોગ ભાષણ માટે PM મોદીએ લોકો પાસે સુચનો મંગાવ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!