GSTV

ભરોસાપાત્ર સાથીદાર નથી અમેરિકા, નજર રાખી રહ્યું છે પુતિનની ભારતયાત્રા ઉપર

Last Updated on November 30, 2021 by Vishvesh Dave

અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. એ સંજોગોમાં ભારત પાસે બે જ વિકલ્પ છે.

સોવિયેત સંઘના પતન બાદ ભારત અમેરિકાની નજીક આવ્યું છે. પરંતુ હજુ પણ ભારતની રશિયા ઉપરની નિર્ભરતા ખતમ થઇ નથી. ભારત પાસે બે જ વિકલ્પ છે. ભારત અમેરિકાના દબાણમાં આવીને રશિયા સાથેના સુરક્ષા સોદાઓ સીમિત કરી દે અથવા તો અમેરિકાને સ્પષ્ટ જણાવી દે કે વ્યૂહાત્મક બાબતોમાં ભારતની પોતાની અલાયદી નીતિઓ છે. જોકે એના ભોગે અમેરિકા સાથે સંબંધ રાખવાનું ભારતને પાલવે એમ નથી.

અમેરિકા એ વાત સમજી શકતું નથી કે ભારત જાપાન કે યુરોપની જેમ તેનું ભાગીદાર બની શકે એમ નથી. આ દેશોને અમેરિકા સુરક્ષા પૂરી પાડે છે. પરંતુ પરમાણુ હથિયારોથી સજ્જ અને લશ્કરી રીતે અત્યંત બળવાન એવા ભારતને અમેરિકાની સુરક્ષા છત્રીની જરૂર નથી. ભારતની પોતાની સંરક્ષણ ચિંતા અને વ્યૂહાત્મક જરૂરિયાતો છે. જે અમેરિકા કરતા અલગ છે.

અમેરિકાએ ભારતને રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ સિસ્ટમ ખરીદતા અટકાવવાના પ્રયાસ કર્યાં હતાં પરંતુ ભારતે અમેરિકાને સ્પષ્ટ કહી દીધું છે કે તેના માટે પોતાના હિતો સર્વોપરી રહેશે. અમેરિકાએ ભારત ઉપર પણ પ્રતિબંધ મૂકવાની ધમકી આપી છે. અમેરિકાની નામરજી છતાં ભારત રશિયા પાસેથી આ મિસાઇલ સિસ્ટમ ખરીદવા મક્કમ છે.

ALSO READ

Related posts

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

UP ચૂંટણી / કોંગ્રેસે જારી કરી ઉમેદવારોની બીજી લિસ્ટ, મહિલાઓને આપી પ્રાથમિકતા

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!