GSTV
Home » News » અમેરિકા આ રીતે ભારતના રૂપિયાને પાડી રહ્યું છે નબળું

અમેરિકા આ રીતે ભારતના રૂપિયાને પાડી રહ્યું છે નબળું

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે કરન્સી વોર શરૂ થઇ ગયું છે. જાણે અજાણે પણ ટ્રેડ વોર કરન્સી વોરમાં ફેરવાઇ ગયું છે, તેના કારણે હજુ પણ આ તમામ મોંકાણ પાછળ અમેરિકાનો શું રોલ છે આવો જોઇએ.

આ વખતે અમેરિકાનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે. આથી દુનિયાભરનો ડોલરનો પ્રવાહ અમેરિકા તરફ જઇ રહ્યો છે. અમેરિકી રોકાણકાર બીજા બજારોમાંથી નાણાં કાઢીને પોતાના માર્કેટમાં લગાવી રહ્યા છે. આ મજબૂતીનો લાભ ઉઠાવીને ટ્રમ્પે ચીન સામે મોરચો ખોલી દીધો છે. ચીન પણ અમેરિકાથી આયાતિ ચીજ વસ્તુઓ પર ડ્યૂટી વધારતું જાય છે. આની અસર બીજા દેશો પર પણ પડી રહી છે. અમેરિકા એક સાથે ચીન, ઇરાન, ટર્કી, ભારત સહીત ઘણા દેશો સામે ભીડાઇ ગયું છે. ભારતે પણ કેટલીયે અમેરિકાથી આયાતી ચીજો પર ડ્યૂટી વધારી દીધી છે.

બીજો એંગલ એ છે કે, અમેરિકા અને તૂર્કી આપસમાં લડી રહ્યા છે. અમેરિકાએ તૂર્કીથી આયાત થતાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર આયાત ડ્યૂટી 20 ટકાથી વધારીને 50 ટકા કરી છે. આનાથી તૂર્કીમાં સ્ટીલની માગ ઘટી જશે. આથી તૂર્કીએ ગુસ્સે થઇ અમેરિકી ઇલેક્ટ્રોનિક ચીજોનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. તૂર્કીના રાષ્ટ્રપતિ એદોર્ગને કહ્યું કે અમેરિકામાં ઇલેક્ટ્રોનિક ચીજો બને છે તેનાથી સારી ટર્કીમાં બનાવી લેશું. જો એમની પાસે આઇફોન કે સેમસંગ હોય તો અમારી પાસે વિનસ છે. આ વ્યાપારી જંગમાં છેલ્લા એક મહીનામાં લીરા 25 ટકા ગગડી ગયો.

આમ આ વર્ષે લગભગ માર્ચ મહીનાથી વૈશ્વિક વ્યાપાર સંબંધી છમકલાંઓ વધી ગયા છે, ખાસ કરીને જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચીની સામાન પર ડ્યુટી વધારવાની ધમકી આપી હતી ત્યારથી આ ગતિવિધિની અસર કરન્સી માર્કેટ પર પડી રહી છે.

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

PM મોદીનાં વિદેશ પ્રવાસ મામલે અનેક સવાલો: કેટલીક વિદેશ યાત્રાનાં બિલ સરકાર પાસે છે જ નહિં

Riyaz Parmar

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!