અમેરિકા દ્વારા ઇરાનમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઇરાનના ટોપ મિલેટ્રી જનરલ કાસિમ સુલેમાનનું મોત નિપજ્યુ,આ હુમલા બાદ અમેરિતા ઇરાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે.અને આ ઘટના બાદ દુનિયામાં ફરી વિશ્વ યુધ્ધની ચર્ચા ચાલી રહી છે.આ ઘટનાની અસર ભારત અને પાકિસ્તાન પણ થશે.

ભારત સૌથી વધુ તેલની આયાત મધ્ય પુર્વના દેશો કરે છે,એમાં પણ સૌથી વધુ ઇરાક પાસેથી તેલ મંગાવામાં આવે છે.ભારતને શંકા છે કે આ ઘટના બાદ દેશમાં તેલની ખપત વધશે,અને તેની કિંમત ખુબ વધી જશે. ભારત 85 ટકા તેલની આયાત કરે છે.અને ભારત પાસે આ બાબત પર ઓછા વિકલ્પો છે.કારણકે પુરી દૂનીયામાં અમેરિકા તેલનો વ્યાપાર ડોલરથી કરે છે અને અમેરિકા આનાથી ખુબ કમાણી પણ કરે છે.

એક તરફ આ તણાવ વચ્ચે તેલની કિંમતોમાં 4 ટકાનો વધારો નોંધાયો છે.પહેલેથી જ તેલના ભાવ ઘણા વધેલા છે.ઓક્ટોબર 2019માં ક્રુડ ઓઇલનો ભાવ 59.70 ડોલર પ્રતિબેરલ હતો.જ્યારે નવેમ્બરમાં તે 63 ડોલર પર પહોચી ગયુ હતું.આ રીતે ડિસેમ્બરમાં ક્રુડ ઓઇલના ભાવ 65 ડોલર પ્રતિ બેરલ પહોચી ગયા છે અને હવે તે વધું મોંધુ થવાની શક્યતા છે.
READ ALSO
- અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું
- વાંદરાનો મેકઅપ કરતી જોવા મળી વાંદરી, વીડિયોને જોઈને લોકો બોલ્યા- બ્યુટિશિયન
- ઉનાળામાં તમને પણ હૃદયમાં બળતરા અને ખાટા ઓડકારની સમસ્યા છે તો આ રીતોથી સમસ્યા કરો દૂર
- Crime News/ સુહાગરાતના દિવસે કન્યાએ આપ્યું માસિક ધર્મનું બહાનું, પતિને રાહ જોવડાવી કર્યો મોટો કાંડ
- પ્લાસ્ટિકની બોટલનું નહીં પણ માટીના વાસણનું પાણી પીવો, તમને એક પછી એક ઘણા જબરદસ્ત ફાયદા થશે