GSTV
Home » News » અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યા

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના એટલાન્ટામાં ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતા મૂળ મહેસાણાના કૈયલ ગામના અલ્પેશ પ્રજાપતિ નામના યુવકની ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી છે.જેના કારણે તેનો મહેસાણા સ્થિત રહેતો પરિવાર શોક મગ્ન થઇ ગયો છે અને હવે તેઓ તાત્કાલીક અમેરીકા જવા માંગે છે

સીસીટીવીના આ દ્રશ્યો હચમચાવી દે તેવા છે આ દ્રશ્યોમાં અલ્પેશની હત્યાના દ્રશ્યો કેદ થયા છે. મૂળ મહેસાણાના કૈયલનો અલ્પેશ અમેરિકાના મેકન સીટીના આ ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતો હતો. 36 વર્ષીય અલ્પેશ જ્યારે ગ્રોસરી સ્ટોરમાં હતો ત્યારે બે લૂંટારૂઓ સ્ટોર પર ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ અલ્પેશ પ્રજાપતિને બંદૂક બતાવી તેમને બંધક બનાવ્યા હતા. બાદમાં તેની ગોળી મારી કરપીણ હત્યા કરી નાંખી હતી. ગ્રોસરી સ્ટોરના સીસીટીવીમાં આ હત્યા કેદ થઇ ગઇ છે.  જેમાં જોઇ શકાય છે કે કે લૂંટારૂઓ અલ્પેશ પ્રજાપતિને બંદૂકની અણીએ સ્ટોરના અન્ય વિભાગ તરફ લઇ જાય છે અને બાદમાં તેને ગોળી મારી દે છે. આ ઘટનાથી કૈયલ ગામમાં રહેતો અલ્પેશનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

અલ્પેશનો પરિવાર તેના અંતિમ દર્શન માટે અમેરિકા જવા માંગે છે. પરંતુ તેમના પરિવારના પાસપોર્ટ નહીં હોવાથી તાત્કાલિક પાસપોર્ટ કઢાવવા માટે અને તાત્કાલિક અમેરિકા પહોચવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમની મદદ કરે તેવી માંગ કરી રહ્યા છે.

અમેરિકામાં વધતુ ગન કલ્ચર અને લૂંટના ઇરાદે ટાર્ગેટ કરતા ગુજરાતીઓ ચિંતાનો વિષય છે. આ પહેલા પણ અનેક ગુજરાતીઓની હત્યા થઇ ચૂકી છે.

Related posts

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

લગ્નમાં ઢોલ વગાડવા કેમ ન આવ્યો કહી, કર્યો ધારિયા વડે હુમલો

Nilesh Jethva

આ શું? અચાનક એવું શું થયું કે સાંસદ જાહેરમાં રડી પડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!