GSTV
News Trending World

Hurricane Ian/ સમુદ્રી ચક્રવાત ઇયાનનું કહેર! ફ્લોરિડાના તટ પર ડૂબી બોટ, 20 લાપતા લોકોની તપાસ જારી

સમુદ્રી ચક્રવાત ઇયાનને કારણે ફ્લોરિડાના દરિયાકાંઠે એક બોટ ડૂબી જવાના સમાચાર મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે બોટ ક્યુબાના પ્રવાસીઓની હતી, અકસ્માતમાં આશરે 20 લોકો ગુમ થયાં હોવાની વાત કહેવામાં આવી રહી છે. યુએસ કોસ્ટ ગાર્ડે અકસ્માતમાં ગુમ થયેલા લોકોની તપાસ શરૂ કરી દીધી છે.

ચક્રવાત

કોસ્ટ ગાર્ડે ગુમ થયેલા લોકોની શરૂ કરી તપાસ

સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર કોસ્ટ ગાર્ડે 23 ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી હતી. તેઓએ ત્રણ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે, જેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તે જ સમયે, ચીફ પેટ્રોલ ઓફિસર વોલ્ટર સ્લોસારે જણાવ્યું હતું કે ચક્રવાતને કારણે બોટ ડૂબી જતાં ક્યુબાના ચાર પ્રવાસી તરીને કિનારા પર આવી ગયાં હતાં. તેમને પણ સારવાર માટે ભરતી કરવામાં આવ્યો છે.

ચક્રવાતને કારણે પૂરની સ્થિતિ

અમેરિકામાં અત્યાર સુધીના સૌથી શક્તિશાળી વાવાઝોડામાંથી એક ઇયાનનાં કારણે બુધવારે દક્ષિણ-પશ્ચિમ ફ્લોરિડામાં પૂર આવ્યુ હતું. સ્થિતી એ છે કે રસ્તા અને ઈમારતોમાં પાણી ભરાઈ ગયું છે, તેના સિવાય આશરે 10 લાખથી વધારે ઘરોમાં વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. સાથે જ પાણી ભરાવાના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયાં છે. કોસ્ટલ શેરિફ દ્વારા આપવામાં આવતી જાણકારી મુજબ તેમના ઘરોમાં ફસાયેલા લોકોને મોટી સંખ્યામાં કોલ આવી રહ્યા છે.

ચક્રવાત

ઇયાન વર્ગ 4 ચક્રવાતમાં ફેરવાય છે

ચક્રવાત ઇયાન હવે 241 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વર્ગ 4 ચક્રવાતમાં વધુ તીવ્ર બન્યું છે. બુધવારે એ જ ઝડપે વાવાઝોડું ફ્લોરિડાના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેના કારણે સમગ્ર વિસ્તાર વીજ સંકટનો સામનો કરી રહ્યો છે, સાથે સાથે મોટી સંખ્યામાં લોકો ઘરોમાં કેદ છે. આ પહેલા વાવાઝોડાએ ક્યુબામાં તબાહી મચાવી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. તેમજ દેશની વીજળી ગ્રિડ સંપૂર્ણપણે નાશ પામી હતી. તોફાનની દસ્તક દેતાં પહેલાં આશરે 25 લાખ લોકો દક્ષિણ-પશ્ચિમ ફ્લોરિડાને ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ કાયદા અનુસાર કોઈપણ વિસ્તારને છોડવાની ફરજ પાડી શકાય નહીં.

READ ALSO:

Related posts

દિલ્હી એમસીડી ચૂંટણી 2022: ”રેપિસ્ટ હવે થેરાપીસ્ટ બની ગયા છે’, સત્યેન્દ્ર જૈનના મસાજ વાળા વીડિયો પર જેપી નડ્ડાનો ટોણો

GSTV Web Desk

રિલેશનશીપ / પાર્ટનર સાથે લગ્નની વાત કરતા અચકાઈ રહ્યાં છો, અપનાવો આ 4 ટ્રીક

Akib Chhipa

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu
GSTV