GSTV
Home » News » ભારે વરસાદને કારણે થંભી ગઈ અમેરિકાની રાજધાની, વ્હાઈટ હાઉસના બેસમેન્ટમાં ભરાયા પાણી

ભારે વરસાદને કારણે થંભી ગઈ અમેરિકાની રાજધાની, વ્હાઈટ હાઉસના બેસમેન્ટમાં ભરાયા પાણી

સોમવારે અમેરિકામાં વરસેલાં 3.5 ઈંચ વરસાદે વોશિંગ્ટન ડીસીમાં પુર જેવી સ્થિતી પેદા કરી હતી. લગભગ સાડા ત્રણ કલાક વરસેલા વરસાદે અહીં ટ્રાફિક જામ કરી દીધો હતો. રસ્તાઓ ઉપર કારોની રફ્તાર થંભી ગઈ હતી. અમેરિકાના વ્હાઈટ હાઉસ સહિતની ઘણી મહત્વપૂર્ણ ઈમારતોની આસપાસ પાણી જેવા મળ્યુ હતુ.

વ્હાઈટ હાઉસના વેસ્ટ કિંગની પાસે બેસમેન્ટમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. સરકારી કર્મચારીઓએ ભરાયેલાં પાણીને ઓસરાવવાનું કામ કર્યુ હતુ. પાણીના કારણે રેલ યાત્રા પણ ઠપ રહી ગઈ હતી. આ દરમ્યાન અહીં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી.

ભારતીય આર્કાઇવ્સના એક નિવેદન મુજબ, પુરને કારણે ભારતીય આર્કાઇવ્સ ભવન અને સંગ્રહાલયને બંધ કરી દેવામાં આવ્યો હતો. રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર 3.41 ઈંચ વરસાદ નોંધાયો છે. આ વિસ્તારની ચારેય બાજુ ખતરનાક હાલત જોવા મળી હતી.

આ દરમ્યાન ઘણા યાત્રીઓ પાણીમાં ફસાયા હતા. દક્ષિણ મેરીલેન્ડમાં પેટક્સેંટ નદીમાં પાણીનું સ્તર 4.03 ઈંચ માપવામાં આવ્યુ હતુ. ડલેસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાણીનું સ્તર 1.05 ઈંચ મળ્યુ અને બાલ્ટીમોરમાં 0.73 ઈંચ મળ્યુ હતુ.

READ ALSO

Related posts

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

દિવાળીમાં બધાથી હટકે લાગવું છે? જાણો કેવી કુર્તીની ફેશન છે ઇન ટ્રેન્ડ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!