GSTV

અમેરિકા પાસે બે વ્હાઈટ હાઉસ છે, એક અમેરિકાના વોશિંગ્ટન ડિસીમાં અને બીજું આકાશમાં !

વિશ્વનું સૌથી શક્તિશાળી દેશનાં પ્રમુખનું વિમાન એટલે ‘એરફોર્સ વન, આ એરક્રાફ્ટને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે. અમેરિકન એરફોર્સના વિમાનમાં યુએસ પ્રમુખ પ્રવાસ કરે છે, તેને ટેક્નિક્લ રીતે એરફોર્સ વન કહી શકાય છે. જ્યારે બોઇંગ 747-200 બી સિરીઝના બે ખાસ વિમાનો છે. આ વિમાનની ઊંચાઇ 6 માળની બિલ્ડિંગ અને લંબાઇ એક ફૂટબોલ મેદાન જેટલી હોય છે. એરફોર્સ વન સામાન્ય રીતે 1 કલાકમાં 965 કિલોમીટરનું અંતર કાપી શકે છે. તેની લંબાઇ 71 મીટર, રેન્જ 13 હજાર કિલોમીટર અને વજન 2.38 લાખ કિલો હોય છે. એરફોર્સ વન મહત્તમ 45100 ફીટની ઊંચાઇએ જઇ શકે છે. બીજી તરફ અન્ય કોઇ કોમર્શિયલ ફ્લાઇટ મહત્તમ 30 હજાર ફીટની ઊંચાઇ સુધી જ ઉડાન ભરી શકે છે.

એરફોર્સ વન એટલે એક અભેદ કિલ્લો

એરફોર્સ બોઇંગના સૌથી સફળ અને પ્રખ્યાત 747ના આધારે તૈયાર કરામાં આવ્યું છે. જેમાં ડબલ ડેકર કેબિન હોય છે. એરફોર્સ વનની દેખરેખ-સંચાલન પ્રેસિડેન્શિયલ એરલિફ્ટ ગ્રુપ કરે છે, જે વ્હાઇટ હાઉસ મિલીટ્રી ઓફિસનો એક ભાગ છે. એરફોર્સ વન હવામાં હોય અને ઈંધણ ખૂટી પડે તેવી પરિસ્થિતી સર્જાયતો પણ તેને સમસ્યા નડતી નથી. કારણકે એરફોર્સ વન હવામાં પણ ઈંધણ પૂરી શકે તેવી અદ્ભૂત વ્યવસ્થા હોય છે. અન્ય કોઇ સામાન્ય એરક્રાફ્ટને ઈંધણ ખૂટી પડે તો ફરજીયાત લેન્ડિંગ કરવું પડે છે. એરફોર્સ વનને તેની બોડીને કારણે નહીં પણ તેમાં ઉપલબ્ધ સુરક્ષાના અદ્યતન સાધનોને કારણે ‘ઉડતો અભેદ કિલ્લો’ કહેવામાં આવે છે.

વિમાનની ઊંચાઇ 6 માળની બિલ્ડિંગ અને લંબાઇ એક ફૂટબોલ મેદાન જેટલી

હથિયારોનું સુરક્ષા કવચ તેને જમીન -ન્યુક્લિયર હુમલાથી સુરક્ષિત બનાવે છે. ઈલેક્ટ્રિક જામર દુશ્મનોની મિસાઇલથી બચાવી શકે છે. ઈલેક્ટ્રોનિક ટેક્નિકથી દુશ્મનની સિસ્ટમને જામ કરી શકે છે. મલ્ટિ ફ્રિકવન્સી રેડિયોની મદદથી હવામાં અને હવાથી જમીન પર સતત સંવાદ રાખી શકવા સક્ષમ. આ એરક્રાફ્ટમાં બે કિચન હોય છે અને એકસાથે 100 લોકોના જમવાની સગવડ થઈ શકે છે. એરફોર્સ વનમાં 26 ક્રૂ મેમ્બર સહિત 102 લોકો મુસાફરી કરી શકે છે. એરફોર્સ વન ચાર ક્રૂ સદસ્યો, પાયલટ, કો પાયલટ, એન્જિનિયર, નેવિગેટર સાથે ઉડાન ભરે છે.

એરફોર્સ વનમાં 26 ક્રૂ મેમ્બર સહિત 102 લોકો મુસાફરી કરી શકે

એરક્રાફ્ટમાં 85 ફોન લાઇન્સ અને 19 ટેલિવિઝન હોય છે. આ એરક્રાફ્ટ 3 સ્તરમાં અને 4 હજાર સ્ક્વેર ફિટ જગ્યામાં હોય છે. આ એરક્રાફ્ટમાં સેવન સ્ટાર હોટેલને ટક્કર આપે તેવો સ્યુટ રૂમ હોય છે અને તેમાં રાષ્ટ્રપતિ રહે છે. આ ઉપરાંત વિશાળ ઓફિસ અને કોન્ફરન્સ રૂમ પણ હોય છે. આ ઉપરાંત ઇમરજન્સીમાં સારવાર કરવી પડે તો તેવી પરીસ્થિતીનો સામનો કરવા મા ટે ઓપરેશન રૂમ, કાયમી ધોરણે ડોક્ટર પણ હોય છે. તેઓ રાષ્ટ્રપતિના બ્લડગ્રુપનું લોહી હંમેશાં પોતાની સાથે રાખે છે.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા આ રાજ્ય ‘ઓપરેશન શિલ્ડ’ના શરણે : જાણો શું થાય છે આવા સમયે ?

Mayur

કોરોનાના કહેર વચ્ચે પાકિસ્તાનની અવળચંડાઈ, ભારત સાથે દુશ્મની નિભાવવા પોતાના જ દેશના લોકોના જીવ જોખમમાં મુક્યાં

Nilesh Jethva

સમગ્ર દુનિયામાં કોરોનાના 15 લાખથી વધુ દર્દી, 88 હજારની પાર પહોંચ્યો મૃત્યાંક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!