GSTV
Home » News » અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની આપી મંજૂરી, કારણ છે આ

અમેરિકાએ ભારત સહિત 8 દેશોને ઈરાન પાસેથી ખનીજ તેલ ખરીદવાની આપી મંજૂરી, કારણ છે આ

અમેરિકાએ ભારત સહિત આઠ દેશોને ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ રાહત અમુક સમય માટે લાગુ રહેશે. આ જાણકારી સોમવારે અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ આપી. અમેરિકાએ ઇરાનના બેન્કિંગ, એનર્જી અને શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જે આઠ દેશોને આ પ્રતિબંધમાંથી રાહત આપવામા આવી છે તેમાં ચીન, ભારત, ગ્રીસ, ઇટાલી, તાઇવાન, જાપાન, તુર્કી અને દક્ષિણ કોરિયા સામેલ છે.

પોમ્પિયોએ કહ્યું કે અમે વિશિષ્ટ પરિસ્થિતિઓના કારણે અમુક હદ સુધી આ દેશોને અસ્થાયી સપ્લાય ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. પોમ્પિયોએ કહ્યું કે 20 દેશોએ પહેલા જ ઇરાન પાસેથી ક્રૂડ ખરીદવાનું બંધ કરી દીધુ છે. ઇરાનમાંથી ક્રૂડ ખરીદીમાં 10 લાખ બેરલ પ્રતિદિવસનો ઘટાડો નોંધાયો છે. આ પહેલા ટ્રમ્પ સરકારે કહ્યું કે તેમણે ચીન અને ભારત સહિત અન્ય દેશોને કહ્યું હતુ કે તેઓ વહેલીતકે ઇરાન પાસેથી ક્રૂડની ખરીદી બંધ કરી દે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ભારત અને ચીને અમેરિકાને તે વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ છ મહિનામાં ઇરાન પાસેથી સંપૂર્ણપણે ક્રૂડની ખરીદી બંધ કરી દેશે. તો પોમ્પિયોએ આ સવાલનો જવાબ આપવાનું ટાળી દીધુ. ભારત અને ચીન ઇરાન પાસેથી ક્રૂડ ઓઇલના સૌથી મોટા ખરીદદાર છે.

Related posts

પરિણામ પહેલા સત્તાની રણનીતિ… આજે NDAની મહત્વપૂર્ણ બેઠક, આ વરિષ્ઠ નેતાઓની રહેશે હાજરી

Arohi

મંદિરની સાથે સરકારી હોસ્પિટલમાં પણ વગાડાશે ગાયત્રી મંત્ર

Dharika Jansari

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!