ચાલો હું ઈલાજ કરી આપું એમ કરીને નરાધમ રેપ કરી નાખતો, એક નહીં આવી તો 156 સાથે રંગરલિયા કરી નાખ્યાં

અમેરિકાની કન્યાઓ માટે લૅરી નાસરનું નામ એટલે ડરનું બીજું નામ. વાસ્તવમાં તે સારવારના નામ પર મહિલાઓ સાથે જાતીય દુર્વ્યવહાર કરતો હતો. જ્યારે તેને ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેણે 150થી વધુ છોકરીઓ સાથે રંગરલિયા બનાવી ચૂક્યો હતો. જીમ્નાસ્ટિક્સના ભૂતપૂર્વ ડૉક્ટર લેરી નાસેરને અમેરિકાની ટોચની અદાલત દ્વારા ઉમ્ર કેદની સજા ફટકારવામાં આવી છે.

આ વાત જાન્યુઆરી 2018ની છે. અમેરિકન કોર્ટમાં ડૉક્ટર લેરી નાસરને રજૂ કરવામાં આવ્યા હતા. તેના પર સારવારના નામ હેઠળ ઘણી મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે ઘણી છોકરીઓ સાથે બળજબરીથી રેપ કર્યા હતા અને છોકરીઓ તેના હવસનો શિકાર બની હતી. દરેકની નજર મિશિગન કોર્ટના ન્યાયાધીશનાં ચુકાદા પર જ હતી. ન્યાયાધીશએ પૂર્ણ અદાલતમાં નિર્ણય સંભાળાવ્યો. યુ.એસ.માં જિમ્નાસ્ટિક્સ સંબંધિત ડૉક્ટર લેરી નાસરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ નિર્ણય પછી નક્કી થઈ ગયું કે હવે ડો. લૅરી નાસરને આખી જિંદગી જેલના સળિયા પાછળ જ પાછળ રહેવાનું થશે. 150થી વધુ છોકરીઓનો તેના પર લૈંગિક હુમલો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ન્યાયમૂર્તિ રોઝમેરીએ મિશિગનની એક કોર્ટમાં જણાવ્યું હતું કે “મે ફક્ત તમારા મૃત્યુ વોરંટ પર હસ્તાક્ષર કર્યા છે. તમે હવે આજીવન જેલમાંથી બહાર આવવા માટે હકદાર નથી. તમે એટલા ખતરનાક છો કે એ હદ સુધી કોઈ વિચારી પણ ન શકે. ‘

માહિતી અનુસાર શરૂઆતમાં, જિમ્નાસ્ટિક્સ લેરી નાસર પર શરૂઆતમાં સાત મહિલાઓએ જાતીય દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ધીમે ધીમે કેસ વધવાનું ચાલુ થયું. લગભગ 156 મહિલાઓએ લેરી પર આરોપ મૂક્યો છે. આ કેસની કાર્યવાહી કોર્ટમાં લગભગ સાત દિવસ સુધી લગાતાર ચાલતી રહી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter