GSTV
Home » News » ઉતર કોરિયાને અમેરિકાએ પહેલા જ ક્રિસમસની ભેટ આપી દીધી, મધ્યમ દૂરી સુધીની મિસાઈલનું સફળ પરિક્ષણ

ઉતર કોરિયાને અમેરિકાએ પહેલા જ ક્રિસમસની ભેટ આપી દીધી, મધ્યમ દૂરી સુધીની મિસાઈલનું સફળ પરિક્ષણ

અમેરિકાએ ગુરૂવારે મધ્યમ દૂરી સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. આ સાથે જ અમેરિકાએ છેલ્લા ચાર મહીનામાં બીજી વખત મિસાઇલ પરીક્ષણ કર્યું છે. પેંટાગોન દ્વારા ગુરૂવારે મધ્યમ દૂરી સુધી પ્રહાર કરી શકે તેવી મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જો અમેરિકા અને રશિયા વચ્ચેની શસ્ત્ર સંધિનો અંત ન આવેત તો આ મિસાઇલના પરીક્ષણ પર પ્રતિબંધ લાગુ પડેત પરંતુ ઓગષ્ટ મહીનામાં અમેરિકા તે સમજૂતીમાંથી છૂટું થઈ ગયેલું છે.

જો કે, યુએસ શસ્ત્ર નિયંત્રણના હિમાયતીઓએ આ પરીક્ષણના લીધે મોસ્કો સાથે બિનજરૂરી શસ્ત્ર સ્પર્ધાનું જોખમ સર્જાયું હોવાનું જણાવ્યું હતું. સૈન્ય મથકના પ્રવક્તાએ જણાવ્યું કે, વાયુ સેનાએ સ્થાનિક સમયાનુસાર સવારે 8:30 કલાકે લોસ એન્જલસના વાંડેનબર્ગ વાયુ સેના મથક ખાતેથી આ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું.

પેંટાગોનના અહેવાલ પ્રમાણે આ મિસાઇલ 500 માઇલ એટલે આશરે 800 કિમીનું અંતર કાપ્યા બાદ પ્રશાંત મહાસાગરમાં પડી હતી. આ પ્રકારના પરીક્ષણના લીધે ઉત્તર કોરિયાને સંકેત મળી શકે છે કારણ કે, તે ટૂંકા, મધ્યમ અને લાંબા અંતરની અનેક મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ચુક્યું છે.

વિવિધ પ્રકારની મિસાઇલના સફળ પરીક્ષણ દ્વારા ઉત્તર કોરિયા પ્રશાંત મહાસાગર પાર પોતાની પરમાણુ મારક ક્ષમતાનું પ્રદર્શન કરી ચુકેલું છે. જો કે, ઉત્તર કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સમિર્થત પ્રતિબંધ બરતરફ કરીને ટ્રંપ પ્રશાસનને તેમના પાસે પરમાણુ વાર્તા બચાવવા બહુ ઓછો સમય બચ્યો હોવાનું જણાવેલું છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ અમેરિકા ક્રિસમસ પર ઉત્તર કોરિયા પાસેથી શું ભેટની અપેક્ષા રાખે છે તે જાતે નક્કી કરે તેમ જણાવેલું છે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!