GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

અમેરિકા

અમેરિકામાં અશ્વેત યુવકના મોત બાદ હિંસા રોકાવાનું નામ જ નથી લઈ રહી. પ્રદર્શનકારીઓ દ્વારા એટલી હિંસા કરવામાં આવી છે કે કેટલાય શહેરોમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે. 140 જેટલા શહેરોમાં હિંસાની આગ પહોચી છે. જેના કારણે અમેરિકામાં હવે 24 રાજ્યની અંદર 17 હજાર સૈનિકોને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

અમેરિકામાં દશકાની સૌથી ખરાબ હિંસા

અમેરિકા

અમેરિકામાં ફેલાયેલી આ હિંસાને છેલ્લા કેટલાય દશકાની સૌથી ખરાબ હિંસા ગણવામાં આવી રહી છે. વાઈટ હાઉસના પ્રેસ સચિવ કેલી મેકનૈનીએ કહ્યું કે પ્રદર્શનકારીઓ વિરોધ કરવાની જગ્યાએ દુકાનોમાં લૂંટ કરી રહ્યા છે. સાથે જ અરાજકતા ફેલાવી રહ્યા છે. જે સહન કરવામાં નહી આવે. સાથે જ તેમણે કહ્યું કે અમેરિકામાં 3 લાખ 50 હજાર નેશનલ ગાર્ડ ઉપલબ્ધ છે.

ટ્રમ્પે કહ્યું સેનાના જવાનો તૈનાત કરવામાં આવશે

જેથી દેશ ભરના ગર્વનરોએ કાર્યવાહી કરીને નેશનલ ગાર્ડને પણ તૈનાત કરવા પડશે. કારણકે અમેરિકી સમુદાયને બચાવવા માટે હવે તે જરૂરી છે. મહત્વનું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ એવું કહ્યું છે. કે હિંસક પ્રદર્શનકારીઓને રોકવા માટે ગર્વનર જો નેશનલ ગાર્ડનો ઉપયોગ નહી કરે તો રસ્તા પર સેનાના જવાનોને તૈનાત કરી દેવામાં આવશે.

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં હેલ્થકેરમાં નોકરી કરતી યુવતીએ કર્યો આપઘાત

Nilesh Jethva

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!