GSTV
Home » News » એ મારા ટાઈપની નથી… જાતીય સતામણીના આરોપ પર બોલ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ

એ મારા ટાઈપની નથી… જાતીય સતામણીના આરોપ પર બોલ્યા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ હંમેશાથી વિવાદોમાં રહ્યા છે. ઘણી બધી મહિલાઓ તેમના ઉપર જાતીય સતામણીનાં ગંભીર આરોપો લગાવી ચૂકી છે.  ત્યારે સોમવારે લેખિકા ઈ જીન કૈરોલે તેમની ઉપર લગાવેલાં દુષ્કર્મના આરોપોને ફગાવી દીધા હતા. ટ્રંપે કેરોલનાં બધાજ આરોપોને પોતાના ઉપરથી ફગાવી દીધા હતા.

ટ્રંપે કહ્યુ હતુકે, આ બધાજ આરોપો જુઠ્ઠા છે. તે મારા ટાઈપની નથી. ઉલ્લેખનીય છેકે, કૈરોલે ટ્રંપ ઉપર વર્ષ 1990માં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં તેની સાથે બળાત્કાર કરવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો.  એક ઈન્ટરવ્યૂ દરમ્યાન ટ્રંપે કહ્યુ હતુકે,  હુ બહુજ સન્માનની સાથે કહેવા માંગુ છુકે, એક તો તે મારા ટાઈપની નથી. અને બીજુ એવું ક્યારેય બન્યુ જ નથી.

Colmist E Jean Carroll

જણાવી દઈએકે, ટ્રંપનો આ ઈન્ટરવ્યૂ વ્હાઈટ હાઉસનાં ઓવલ ઓફિસમાં થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુકે, તે મહિલા પુરી રીતે ખોટુ બોલી રહી છે. હું આ મહિલાને જાણતો પણ નથી. મને તેના વિશે કોઈ જાણકારી નથી.  ન્યૂયોર્કની એક પત્રિકાએ પાછલા દિવસોમાં કેરોલનાં હવાલાથી એક લેખ લખ્યો હતો. જેમાં ટ્રંપ ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા.

ત્યારબાદ ડોનાલ્ડ ટ્રંપે કહ્યુ હતુકે, તે આ મહિલાને તેના જીવનમાં ક્યારેય મળ્યા નથી. કૈરોલએ 16મી મહિલા છે જેણે ટ્રંપ ઉપર જાતીય સતામણીનાં આરોપો લગાવ્યા છે. કૈરોલે ટ્રંપનો ઉલ્લેખ તેની આવનારી બુક “Hideous Men”માં પણ કર્યો છે.

READ ALSO

Related posts

આ મહિનામાં જન્મેલા લોકો સાથે છે સારા સંબંધ? તો ક્યારેય નહીં આવે કોઈ પ્રોબ્લેમ, ધરાવે છે આ ખાસિયતો

Arohi

ફળોને જો હેલ્ધી માનતા હોવ તો પહેલા આ વાંચી લો, બની શકે કે વહેમ દુર થઈ જાય

Arohi

એનઆરસીના સંકલનકાર હજેલાની તાત્કાલિક ટ્રાન્સફર માટે સુપ્રીમનો નિર્દેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!