વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસને લઈને અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંગઠન NIHની સાથે સંકળાયેલા એક ચિકિત્સકે દાવો કર્યો છે કે કોરોનાનો આ આતંક કોઈ દિવસ પૂર્ણ નહીં થાય. ડો ફાઊચી નામના અમેરિકાના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને મેડિકલ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા નિષ્ણાંતે આ અંગે કહ્યું કે, જ્યારે આપણે કોઈ વસ્તુની સામાન્ય હોવાની વાત કહીએ છીએ ત્યારે તે બિલ્કુલ અલગ જ પરિપ્રેક્ષ્યમાં હોય છે. હાલ આપણે ખૂબ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છીએ. કોરોના વાઈરસને કોઈ પણ પ્રકારની વેક્સીન કે યોગ્ય ઈલાજ વગર મારી નથી શકાતો. અને હજુ સુધી કોરોનાનો કોઈ મારક ઈલાજ પણ શોધાયો નથી.
કોણ છે ડો. એન્થની ?
ડો એન્થનીના પિતા એક ફાર્માસિસ્ટ હતા. જ્યાંથી ફાઉચીની દવાઓ પ્રત્યેની રૂચિમાં વધારો થયો હતો. ડો એન્થનીની ઉપલબ્ધિઓની જો વાત કરવામાં આવે તો તેઓ ઘણા મહત્વનાં અવલોકન કરી ચૂક્યા છે. જે માનવ પ્રતિક્રિયા અને નિયમનની દિશામાં મહત્વનું પગલું છે. તેમણે ઘાતક બીમારીઓ જેવી કે પોલીઆર્થરાઈટીસ નોડાસા, પોલીઓન્ઝાઈટિસની સાથે ગ્રેનુલોમેટોસિસ અને લિમ્ફોમાર્ટોઈડ ગ્રેનુલોમેટોસિસ માટે પણ ચિકિત્સા કરેલી છે.
બરાક ઓબામાએ પણ અભિનંદન પાઠવ્યા હતા
વર્ષ 1985માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આર્થરાઈટિસ સેન્ટર ઓફ ધ અમેરિકન રયૂમેટિઝમ એસોસિએશનના સર્વેક્ષણમાં પોલિયોનાઈટિસની સાથે પોલિટેરાઈટિસ નોડાસા અને ગ્રેનુલોમેટોસિસના ઉપચારમાં પણ તેમને ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ હતી. તેઓ છેલ્લા 20 વર્ષમાં રૂમેટોલોઝીમાં રોગી પ્રબંધનમાં પણ કામ કરી ચૂક્યા છે. જે અંગે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્રારા તેમને વર્ષ 2014માં અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ડોક્ટરનું શું છે યોગદાન ?
ડો ફાઉચીએ એ સમજવામાં મહત્વનું યોગદાન આપ્યું છે કે, એચઆઈવી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને કેવી રીતે નષ્ટ કરી દે છે. આ સિવાય રોગનો ઉપચાર અને તેમાં રક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અંગે પણ વિકસિત કરવાનું કાર્ય તેમણે કર્યું છે. તેમણે એચઆઈવી સંક્રમણને રોકવા માટે એક દવા પણ તૈયાર કરી હતી. વર્ષ 2003માં ઈન્સટિટ્યૂટ ઓફ સાઈન્ટિફિક ઈન્ફોરમેશને કહ્યું હતું કે, 1983થી 2002 સુધી દુનિયાભરના તમામ વિષયો 2.5થી 3 મિલિયન લેખકોમાં સૌથી વધારે વંચાતા વૈજ્ઞાનિક હતા. જેમનાં લેખો વૈજ્ઞાનિક પત્રિકાઓમાં ખૂબ માતબર કક્ષાએ પ્રસિદ્ધ થયા હતા.
READ ALSO
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા