GSTV
Home » News » અમેરિકાને નથી રહ્યો પાકિસ્તાન સરકાર પર ભરોસો, કહી દીધી આ વાતો

અમેરિકાને નથી રહ્યો પાકિસ્તાન સરકાર પર ભરોસો, કહી દીધી આ વાતો

અમેરિકાએ ફરી એકવાર પાકિસ્તાનની સામે કડક વલણ દાખવતા તેમના કાર્યો અને નિવેદનો ઉપર શંકા વ્યક્ત કરી છે. અમેરિકાનાં વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છેકે, પાકિસ્તાને ભારતમાં થયેલા પુલવામા હુમલા બાદ ઘણા મહત્વપૂર્ણ પગલા ભર્યા જરૂર છે.

પરંતુ અમને આશા નથી કે, તે પોતાના નિર્ણયો ઉપર કાયમ રહે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છેકે, પાકિસ્તાન હજી પણ પલટી મારી શકે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયના વિશેષ અધિકારી એલિસ જી વેલ્સે કહ્યુ હતુકે, લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકી સંગઠન દુનિયા માટે મોટો ખતરો છે.

અને આ બંને ત્યાં સુધી ખતરો બની રહેશે, જ્યાં સુધી પાકિસ્તાનમાં તેમને આશ્રય મળે છે. પાકિસ્તાન સરકારે આતંકવાદી સંગઠનો સામે સતત કાર્યવાહી કરવી જોઈએ.

આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરે પાકિસ્તાન

એલિસે કહ્યુ હતુકે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે પુલવામા આતંકી હુમલા બાદ જે રીતે તણાવ ઉભો થયો છે. તેના માટે જરૂરી છેકે, પાકિસ્તાન આતંકી સંગઠનોની સામે કડક પગલાં ભરીને કાર્યવાહી કરે. તેમણે કહ્યુ હતુકે, અમે જોયુ છેકે, થોડા જ મહિનામાં પાકિસ્તાને ઘણા આતંકાવદીઓને પકડ્યા છે. તેમની સંપત્તિઓને પણ જપ્ત કરી છે. પરંતુ અમને પાકિસ્તાન ઉપર ભરોસો નથી. પાકિસ્તાન ક્યારેય પણ તેમના નિર્ણયો પલટાવી શકે છે.

READ ALSO

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

વૈશ્વિક મંદી વચ્ચે બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું, પશુપાલકોને મળી આ ગીફ્ટ

Nilesh Jethva

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!