GSTV
Home » News » દરિયાનુ ખારૂ પાણી પીવાના ઉ૫યોગમાં લેવાશે : અમેરિકાએ તૈયાર કરી સસ્તી ટેકનોલોજી

દરિયાનુ ખારૂ પાણી પીવાના ઉ૫યોગમાં લેવાશે : અમેરિકાએ તૈયાર કરી સસ્તી ટેકનોલોજી

છેલ્લા કેટલાક સમયથી સમુદ્રના ખારા પાણીને મીઠું કરીને તેને પીવાના ઉપયોગમાં લેવાની વાતો થઇ રહી છે દાવા એવા થઇ રહ્યા છેકે માત્ર 5 પૈસામાં લીટર પાણી ઘર સુધી પહોંચશે. ત્યારે સામાન્ય માણસ માટે સવાલ થાય કે આખરે આ પાણી મીઠું કંઇ રીતે બનાવાય છે ?

ભારતમાં થોડાક જ દિવસોમાં દરિયાના પાણીને પીવાલાયક પાણીમાં ફેરવીને ઘર-ઘર સુધી પહોંચાડવામાં આવશે. ખરેખર જો આવું થાશે તો ભારતમાં પીવાના પાણીની સમસ્યાનો ઘણા અંશે ઉકેલ આવી જશે. સમુદ્ર કિનારાની દ્રષ્ટીએ ભારત પાસે ખૂબ જ વિશાળ કિનારો છે જ્યાં આ પદ્ધતીનો ઉપયોગ કરી મોટાપાયે પીવાનું પાણી ઉત્પાદિત કરી શકાય છે.

ભારત જ નહીં વિશ્વના ઘણા દેશો હવે સમુદ્રના પાણીનો ઉપયોગ કરીને તેને મીઠું બનાવવા માટે પ્રયોગ કરી રહ્યા છે જેમાં ઇઝરાયલ મોખરે છે. ત્યારે વાત કરીએ અમેરિકાની તો ઇલિનોઈસ યુનિવર્સિટીની ટીમે સમુદ્રના પાણીને પી શકાય તેવી સસ્તી ટેકનોલોજી તૈયાર કરી છે. સંશોધકોએ સમુદ્રના પાણીમાંથી મીઠા સહિતની અશુદ્ધિઓ દુર કરી શકે તેવા ફિલ્ટરની શોધ કરી છે. આ ફિલ્ટરને તેમણે નેનોપોર્સ નામ આપ્યું છે. સંશોધકોએ એવું મટિરિયલ તૈયાર કર્યું છે કે જેમાં મોટીમાત્રામાં પાણી દાખલ થાય તો પણ મટિરિયલના છીદ્રો મીઠાને શોષી લે અને પાણીને જવા દે છે. આ મટિરિયલમાં તેઓ એક મિલીમિટર પાતળી મોલિડેનમ ડાઈસલ્ફાઈડનું આવરણ તૈયાર કરે છે.

મોલિડેનમ ડાઈસલ્ફાઈડ બીજા મેમ્બ્રેન કરતા સૌથી સસ્તુ અને સૌથી પાતળુ મેમ્બ્રેન મટિરિયલ છે. તેમાંથી ગ્રાફેન કરતા 70 ટકા વધુ શુદ્ધ પાણી મેળવી શકાય છે. પૃથ્વી પર પુષ્કળ પાણી છે. તેમાં પીવાનું પાણી એકદમ ઓછું છે.

સમુદ્રના પાણીમાંથી અશુદ્ધિઓ દુર કરવા માટે ડિસેલીનેશન નવી પદ્ધતિ છે. લોકોને સૌથી સસ્તુ વોટર ફિલ્ટર પણ આમાંથી મળ્યું, જે તમામને પસંદ આવશે. હવે પછી સંશોધકો ભાગીદાર શોધી રહ્યાં છે, જે તેમને તેમની ટેકનોલોજિનું સક્ષમ વળતર આપી શકે. તેમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રે તો તેનો સૌથી વધારે લાભ મળી શકે તેમ છે. દરિયાકિનારાના પ્રદેશોમાં તો પાણીની સમસ્યા જ કાયમ માટે ખતમ થઈ જશે.

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!