GSTV

US માં શા માટે વધુ ખતરનાક થઈ શકે છે કોરોના, વૈજ્ઞાનિકોએ બતાવ્યું કારણ

કોરના વાયરસના વધતા ખતરા વચ્ચે એક ચિંતા વધારનારી ખબર સામે આવી છે. ફ્રાંસના મહામારી વિશેષજ્ઞનું કહેવુ છે કે, કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિનું વજન જો જરૂર કરતા વધારે હોય તો આ મહામારી તેના જીવનને ખતરામાં નાખી શકે છે. રોગચાળા અંગે સરકારને સલાહ આપતા પ્રોફેસર જીન ડેલ્ફ્રેસીનું કહેવુ છે કે 25 ટકા ફ્રેંચ લોકો વય, અગાઉની બિમારીઓ અને મેદસ્વીપણાને કારણે વાયરસ ફેલાવવાનું ગંભીર જોખમ ધરાવે છે. ડેલ્ફ્રાસીએ કહ્યુ કે, અમેરિકા વધતા સ્થૂળતાના સ્તરને કારણે તેના લોકોમાં કોરોનાનું જોખમ વધારે છે, હાલમાં યુએસના 42.4 ટકા પુખ્ત વયના લોકો મેદસ્વીપણાના શિકાર છે.

આ વાયરસ ભયંકર છે

ડેલ્ફ્રાસીએ ફ્રાન્સિન્ફો રેડિયોને કહ્યું, આ વાયરસ ભયંકર છે. તે યુવાનો, ખાસ કરીને મેદસ્વી યુવાનોને સરળતાથી શિકાર બનાવી શકે છે. વધારે વજનવાળા લોકોને ખૂબ કાળજી લેવાની જરૂર છે. તેમણે કહ્યું, ‘આ જ કારણે અમે અમેરિકામાં અમારા મિત્રોને લઈને ચિંતિત છીએ. ત્યાં દરેક વ્યક્તિ ત્યાની સ્થૂળતાની સમસ્યા જાણે છે અને મેદસ્વીપણાને કારણે ત્યાના લોકોને વધુ સમસ્યાઓ પડવાની છે.

મેદસ્વીપણાથી શરીરમાં અનેક રોગો થાય છે

નિષ્ણાતો કહે છે કે સ્થૂળતા અમેરિકાને 1918 ના સ્પેનિશ ફ્લૂ જેવા રોગચાળાના જોખમમાં મૂકી શકે છે. સીડીસી અનુસાર, યુ.એસ. પુખ્તવયના વસ્તીના 42.4 ટકા અને 18.5 ટકા બાળકોમાં મેદસ્વીપણાથી પિડાઈ છે. મેદસ્વીપણાથી શરીરમાં અનેક રોગો થાય છે, જેમાં ટાઇપ 2 ડાયાબિટીઝ, સ્ટ્રોક, હાર્ટ એટેક અને કેન્સરનો પણ સમાવેશ થાય છે.

કોરોના વાયરસથી હજારો લોકો જીવ ગુમાવી શકે

વધારે વજનવાળા લોકોને COVID-19 નો ચેપ લાગવાના કારણે હોસ્પિટલોમાં વધુ દબાણનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, મિશિગન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે ફ્લૂથી સંક્રમિત મેદસ્વી લોકોને ન માત્ર ઘણી ગંભીર સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે, પરંતુ લાંબા સમય સુધી તે ચેપી પણ રહે છે. મેદસ્વીતાનો ફ્લૂ સાથે ઉંડો સંબંધ છે. અમેરિકાના 75 ટકા પુખ્ત વયના લોકો 2030 સુધીમાં વધુ વજને કે મોટાપાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અને આને કારણે ફ્લૂ અથવા કોરોના વાયરસથી હજારો લોકો જીવ ગુમાવી શકે છે.

સામાન્ય લોકો કરતા મેદસ્વી લોકો વધારે

જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે મેદસ્વી લોકોને વધુ ચેપ કેમ લાગે છે. વૈજ્ઞાનિકો માને છે કે સ્થૂળતા ઈમ્યૂન રિસ્પોન્સને બદલી નાખે છે જેનાથી શરીરમાં બળતરા થવા લાગે છે. ન્યુ ઓર્લિયન્સમાં COVID-19 થી મરનાર લોકોમાં સામાન્ય લોકો કરતા મેદસ્વી લોકો વધારે છે. લ્યુઇસિયાના આરોગ્ય વિભાગનું કહેવુ છે કે કોવિડ-19 થી મૃત્યુ પામનાર દર્દીઓમાં 97 ટકા દર્દીઓ પહેલાથી કંઈકને કઈક રોગથી પિડાતા હતો. ન્યૂ ર્લિયન્સમાં કોરોના વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે કારણ કે અહીંના 39 ટકા લોકોને હાઈ બ્લડ પ્રેશર, 36 ટકા મેદસ્વીપણા અને 19 ટકા લોકોને ડાયાબિટીઝ છે.

READ ALSO

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!