GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

અમેરિકામાં Coronaના 18.81 લાખ કેસ, ફક્ત નર્સિંગ હોમમાં જ 26000થી વધુના મોત

Corona

અમેરિકામાં કોરોના (Corona) ના કેસની સંખ્યા 18 લાખ 81 હજારને પાર થઈ છે. જ્યારે એક લાખ 8 હજારથી વધુ લોકોના મોત થયા. જ્યારે 6.45 લાખ લોકો કોરોનાથી સાજા થયા છે. અમેરિકામાં સતત વધી રહેલા કોરોનાના કેસના કારણે ટ્રમ્પની ચિંતામાં વધારો થયો છે.

  • અમેરિકામાં કોરોનાના ૧૮.૮૧ લાખ કેસ
  • અત્યાર સુધીમાં ૧.૦૮ લાખ લોકોના મોત

અમેરિકામાં કોરોના વાઇરસને કારણે થયેલાં મોતમાંથી કમ સે કમ ૨૫ ટકા જેટલાં મોત નર્સિંગ હોમના રહેવાસીઓમાં થયા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. અમેરિકાના ગવર્નર્સ માટે તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં જણાવ્યું હતું કે લગભગ ૨૬૦૦૦ નર્સિંગ હોમના દર્દીઓ કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામ્યા છે. આ આંકડો હજી વધવાની સંભાવના છે. અમેરિકામાં સામાન્ય રીતે વયોવૃદ્ધોને નર્સિંગ હોમમાં રાખવાનો ચાલ છે.

નર્સિંગ હોમના રહેવાસીઓમાં ૬૦૦૦૦ કરતાં વધારે Coronaના કેસ

સેન્ટર ફોર મેડિકેર અને મેડિકએઇડ સવસ અને સીડીસી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ નર્સિંગ હોમના રહેવાસીઓમાં ૬૦૦૦૦ કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. સીડીસીના ડાયરેકટર રોબર્ટ રેડફિલ્ડ અને સીએમએસ એડમિનિસ્ટ્રેટર સીમા વર્માએ જણાવ્યું હતું કે આ ડેટા દર્શાવે છે કે કોરોના વાઇરસને કારણે નર્સિંગ હોમમાં વિનાશ વેરાયો હતો. યુનિવસટી ઓફ શિકાગોના રિસર્ચ પ્રોફેસર તમારા કોનેત્ઝકાએ જણાવ્યું હતું કે નર્સિંગ હોમમાં જે બની રહ્યું છે તે વાઇરસ ક્યાં છે તેનું બેરોમીટર છે. અમેરિકામાં એકલાખ ચાર હજાર જણના મોત કોરોના વાઇરસને કારણે થયા છે.   બીજી તરફ અમેરિકામાં પ્રવાસન માટે વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી રહી છે.  કનેકટીકટના ગવર્નર નેડ લેમોન્ટસના વાંધા છતાં બે મોટા કેસિનો શરૂ કરવામાં આવ્યા છે.

Corona

અમેરિકાની ઇકોનોમી ૧૫.૭ ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલી સંકોચાઇ જશે

ફોક્સવૂડ રિસોર્ટ કેસિનો અને મોહેગન સન કેસિનો આજે શરૂ કરવામાં આવ્યા ત્યારે વિરાટ ઇલેકટ્રોનિક સાઇન લગાવવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે મોટાં ટોળાંને અવગણો. કોવિડ-૧૯ સાથે જુગાર ન રમશો. ફલોરિડામાં કે લાર્ગો ટાપુ ફરી ખોલવામાં આવ્યો હતો. પરંતુ મોટાપાયે ફાટી નીકળેલી હિંસાને કારણે બીચને બંધ રાખવા પડયા હતા.  બીજી તરફ કોંગ્રેસનલ બજેટ ઓફિસ-સીબીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસને કારણે દેશના અર્થતંત્ર પર પડેલી પ્રતિકૂળ અસરને નાથવા કોંગ્રેસ સમયસર પગલાં નહીં ભરે તો આગામી દાયકામાં અમેરિકાની ઇકોનોમી ૧૫.૭ ટ્રિલિયન અમેરિકન ડોલર જેટલી સંકોચાઇ જશે. નવા અંદાજ અનુસાર ૨૦૨૦-૨૦૩૦ના દાયકામાં જીડીપી ઘટીને ૧૫.૭ ટ્રિલિયન ડોલર થઇ જશે. બીજા શબ્દોમાં કહીએ તો આગામી દાયકામાં ૫.૩ ટકા જીડીપી ઘટી જશે.

Coronaના કારણે ૪૦ મિલિયન કરતાં વધારે અમેરિકનોએ તેમની નોકરીઓ ગુમાવી

ડેમોક્રેટિક નેતાઓ ચક શુમેર અને બર્ની સેન્ડર્સે જણાવ્યું હતું કે રિપબ્લિકનોએ વધારે રાહત આપવા માટે ગૃહમાં પ્રયાસો કરવા જોઇએ. ગયા અઠવાડિયે અમને જણાયું હતું કે આ મહામારીને કારણે ૪૦ મિલિયન કરતાં વધારે અમેરિકનોએ તેમની નોકરીઓ ગુમાવી છે. આજે સીબીઓ જણાવે છે કે જો વર્તમાન પ્રવાહ ચાલુ જ રહેશે તો આગામી દાયકામાં ૧૬ ટ્રિલિયન ડોલર ઘટી જશે.

Coronaના કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો

બીજી તરફ શ્રીલંકામાં પણ કોરોના વાઇરસને કારણે લાદવામાં આવેલાં નિયંત્રણોને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડયો છે. શ્રીલંકાની રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે વિદેશમાં થી આવતી વિદેશી હુંડિયામણની આવક ઘટી છે. એપ્રિલમાં શ્રીલંકાના રૂપિયાનો ભાવ એક ડોલર સામે ૨૦૦ રૂપિયા થઇ ગયો હતો. જો કે જુન મહિનામાં તેમાં ૨.૪ ટકાનો વધારો થયો હતો. સરકારે વિદેશી ભંડોળને જાળવી રાખવા માટે મોટાં ભાગની આયાતો પર પ્રતિબંધ મુકી દીધો છે. માર્ચ મહિનાના અંતે ૭.૫ બિલિયન ડોલરનું જ વિદેશી હુંડિયામણ શ્રી લંકા પાસે બચ્યું હતું. જે છ મહિનાની આયાત પૂરતું જ હતું.

Corona

વુહાનમાં પખવાડિયામાં ૧૦ મિલિયન લોકોના Corona ટેસ્ટ

દરમ્યાન અમેરિકાની કંપની જિલિડ સાયન્સીઝે તેની ડ્રગ રેમડેસિવર પાંચ દિવસનો ચેપ ધરાવતાં વ્યક્તિને આપવામાં આવે તો તેના બહેતર પરિણામો મળતાં હોવાનો દાવો કર્યો હતો. આ અભ્યાસમાં કેટલીક મર્યાદા છે પણ તેમાં અમુક લાભો પણ છે તે નકારી શકાય તેમ નથી તેમ મિનેસોટા યુનિવસટીના સંશોધક ડો. રાધા રાજસિંઘમે જણાવ્યું હતું.  બીજી તરફ ચીનમાં વુહાનમાં પખવાડિયામાં ૧૦ મિલિયન લોકોના ટેસ્ટ પુરાં કરવામાં આવ્યા છે. જેમાં ૩૦૦ જણાનો જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મે ૧૪ અને પહેલી જુન દરમ્યાન વુહાનની ૧૧ મિલિયનની વસ્તીમાંથી ૯.૮ મિલિયન લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ચીનના સીડીસીના ડેપ્યુટી ડાયરેકટર ફેંગ ઝીજીઅને જણાવ્યું હતું કે હાલ વુહાન સૌથી સલામત શહેર છે. વુહાનમાં આટલા મોટા પાયે ટેસ્ટ કરવા પાછળ ૧૨૭ મિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!