GSTV
Gujarat Government Advertisement

23 દિવસમાં જ અમેરિકામાં 7 લાખ કોરોનાના કેસ થઈ ગયા, 68 ટકા વસતિ થશે પ્રભાવિત

corona

Last Updated on April 20, 2020 by Mayur

કોરોનાનુ નવુ એપી સેન્ટર બની ચુકેલા અમેરિકામાં મોતનો આંકડો 40,000ને પાર કરી ગયો છે. અમેરિકામાં લાખો દર્દીઓ કોરોના પોઝિટિવ છે. અમેરિકાને જલદી આ મહારમારીથી છુટકારો મળે તેમ લાગતુ નથી. બીજી તરફ અમેરિકાના 20 વૈજ્ઞાનિકોના ગ્રુપે એવી આગાહી કરી છે કે, અમેરિકામાં કોરોનાના કારણે 22 લાખ લોકો જીવ ગુમાવી શકે છે. જ્યારે 60 ટકા વસતી કોરોનાની ચપેટમાં આવી જશે.

65 ટકા વસતિ સંક્રમિત થશે

અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ એન્ડ પ્રિવેન્શન કંટ્રોલે અમેરિકાના ઘણા નિષ્ણાતો સાથે વાત કરીને તારણ કાઢ્યું છે કે, અમેરિકાની 48થી 65 ટકા વસતી કોરોનાથી સંક્રમિત થશે અને 22 લાખ અમેરિકનો મોતને ભેટી શકે છે. હવે અમેરિકામાં કોરોના શહેરોમાંથી ગામડાઓમાં પણ પ્રસરી રહ્યો છે.

7 લાખ કેસ નોંધાતા 23 દિવસ જ લાગ્યા

અમેરિકામાં પહેલા 70,000 કેસ નોંધાતા 63 દિવસ લાગ્યા હતા જ્યારે 70,000થી સાત લાખ કેસ નોંધાતા બીજા 23 જ દિવસ લાગ્યા હતા. આમ અમેરિકામાં હવે કોરોના કંટ્રોલ બહાર છે. જેના પર કાબૂ કરવા માટે અમેરિકાને બહુ મોટુ પ્લાનિંગ કરવું પડશે. આ સર્વે કરનાર સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડાયરેક્ટર ડો. રોબર્ડ રેડફિલ્ડનું કહેવું છે કે, કોરોનાના કેસ હવે આખા અમેરિકામાં ફેલાઈ ચુક્યા છે. જેના પગલે હવે અમેરિકાએ વધારે ટેસ્ટિેંગ કરવા પડશે અને સંક્રમિત લોકોને અલગ કરવા પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રાજ્યવ્યાપી દરોડા: ગર્ભપાતની કીટનું ગેરકાયદેસર રીતે થઈ રહ્યુ હતું ઓનલાઈન વેચાણ, કરોડોનો માલ થયો જપ્ત

Pravin Makwana

ચીનમાં 1500 વર્ષથી એક પહાડી પર લટકતું છે આ મંદિર, જાણો તેની પાછળનું કારણ

Vishvesh Dave

1 જુલાઈથી બદલાશે ચેક બુક સંબંધિત આ નિયમો, તમારા ખિસ્સા પર પડશે તેની સીધી અસર

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!