GSTV

ટ્રમ્પના ટ્રેડ વોરથી ચીની ડ્રેગની આગ ઓલવાઇ, વિકાસની ઝડપમાં થયો ઘટાડો

Last Updated on October 19, 2018 by Mayur

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરની અસરથી ચીનનો જીડીપી ગ્રોથ રેટ નવ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચ્યો છે. ચીનની સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક સમયગાળા દરમિયાન ચીનનો જીડીપી ગ્રોથ માત્ર 6.5 ટકા રહ્યો છે. આ પહેલાના બે ત્રિમાસિક સમયગાળામાં ચીનનો જીડીપી ગ્રોથ રેટ 6.8 ટકા અને 6.7 ટકા રહ્યો હતો. ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર છવાયેલા સંકટને કારણે જીડીપી ગ્રોથમાં ઘટાડો નોંધાયો છે. ચીનના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે.. આ ઘટાડા માટે અમેરિકાની અસરની સાથે ચીનની સરકાર પર સતત વધી રહેલા કર્જને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ છે કે ચીન દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને સતત ખરાબ થઈ રહેલા વૈશ્વિક પરિવેશમાં ચીનની ડોમેસ્ટિક ઈકોનોમી દબાણના તબક્કામાં ફસાઈ રહી છે.

ચીન સરકારના પ્રવક્તા માઓ શેંગયોન્ગ પ્રમાણે. ટ્રેડ વોરને કારણે ચીન માટે સ્થિતિ ખરાબ થઈ રહી છે. જ્યારે ઘરઆંગણે ચીન સરકારને આર્થિક સુધારા અને આર્થિક વિકાસના લક્ષ્યમાં આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેડ વોરની ગંભીર અસર ચીન પર એટલા માટે પણ પડી રહી છે. કારણ કે તેઓ સતત વધી રહેલા દેવાના સંકટમાં છે અને તેમને મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે રોકાણની સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.

જો કે આ સપ્તાહે ચીન સરકારની કેબિનેટ બેઠકમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ કોઈપણ સંજોગોમાં મોટા ઈન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે રોકાણની વ્યવસ્થાને સુનિશ્ચિત કરશે. પરંતુ વૈશ્વિક સ્તર પર જાણકારોનું માનવું છેકે આગામી એક વર્ષ સુધી ચીનની સરકાર માટે આવી વ્યવસ્થા કરવી બિલકુલ સરળ રહેશે નહીં.

અમેરિકા સાથે સતત ટ્રેડ બેરિયર વધ્યા બાદ ચીનની નિકાસની મહેસૂલી આવકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હવે ચીનની સરકાર પાસે વ્યાપારીક ખાદ્યને કાબુમાં લેવા માટે માત્ર ખરીદદાર દેશો પાસેથી મદદ મળવાની આશા છે.

ગત કેટલાક મહીનાઓ દરમિયાન અમેરિકાએ ચીનના ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવીને તેને નિકાસમાં મોટું નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે. પ્રવર્તમાન નાણાંકીય વર્ષમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ચીનની સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મામલે પુલ, રેલવે અને હાઈવે બનાવવા માટેના મોટા પ્રોજેક્ટ્સની શરૂઆત કરી છે. તેમણે આ પ્રોજેક્ટ્સમાં પોતાની મહત્વકાંક્ષી વન બેલ્ટ-વન રોડ યોજનાને પણ સામેલ કરી છે. આ યોજના હેઠળ એશિયાના મોટાભાગના દેશોમાં ચીન મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સનું ફાયનાન્સિંગ પણ કરી રહ્યું છે.

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!