GSTV

ચીનનો ઇરાદો અમેરિકા સહિત વિશ્વનાં અન્ય દેશો પર આર્થિક, સૈન્ય અને ટેકનીકલ દ્રષ્ટીએ દબદબો બનાવવાનો

અમેરિકાનાં રાષ્ટ્રિય ગુપ્તચર વિભાગનાં વડા જોન રેટક્લિફએ કહ્યું છે કે દ્વિતિય વિશ્વ યુધ્ધ બાદ ચીન અમેરિકા અને અન્ય મુક્ત દેશો માટે અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ છે, રેટક્લિફનું આ નિવેદન એવા સમયે બહાર આવ્યું છે, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર નવા ચુંટાયેલા પ્રમુખ જો બાઇડેન પર બિજીંગ વિરૂધ્ધ કડક વલણ અપનાવી રાખવા માટે ચીન વિરોધી નિવેદનો આપી રહ્યા છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક આર્ટિકલમાં રેટક્લિફે લખ્યું કે ગુપ્તચર વિભાગ સ્પષ્ટ છે કે ચીનનો ઇરાદો અમેરિકા અને વિશ્વનાં અન્ય દેશો પર આર્થિક, સૈન્ય અને ટેકનીકલ દ્રષ્ટીએ દબદબો બનાવવાનો છે, તેમણે કહ્યું કે ચીનનાં કેટલાય સ્ટાર્ટ અપ અને ઘણી મોટી કંપનીઓ ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીની પ્રવૃતીને મદદ કરે છે, અને તેનું વર્તન છુપી જાસુસી અને લૂંટ ગણાવે છે. તેમણે કહ્યું કે ચીને અમેરિકાની કંપનીઓની બૌધ્ધિક સંપત્તીઓની ચોરી કરી છે, તેમની ટેકનીકનાં આબેહુબ ડુપ્લીકેટ વર્ઝન તૈયાર કર્યા અને ફરી બજારમાં અમેરિકા કંપનીઓનું સ્થાન લીધું છે.

READ ALSO

Related posts

ખુલી ગયા નસીબ/ સસ્તામાં ખરીદી હતી લોટરીની ટિકિટ, રકમ લેવા પહોંચ્યા તો ઉડી ગયા હોંશ

Ankita Trada

જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર

pratik shah

કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!