GSTV

અમેરિકામાં બિઝનેસમેન નિક ૫ટેલને રૂ.1150 કરોડના કૌભાંડમાં 25 વર્ષની કેદ

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ઓર્લેન્ડોના બિઝનેસમેન નિક પટેલને ૧૭.૯ કરોડ ડોલરના લોન કૌભાંડમાં ૨૫ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. નિક પટેલ ઉપર ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન ૧૭.૯ કરોડ ડોલર એટલે કે લગભગ ૧૧૫૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડનો આરોપ સાબિત થયો હતો. ફ્લોરિડામાં હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતી મૂળના નિક પટેલને ૨૫ વર્ષ માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. ૨૦૧૪થી ૨૦૧૪ દરમિયાન પેનન્ટ મેનેજમેન્ટને લોન આપવાના નામે નિક પટેલે લોન મંજૂર કરાવીને એ રકમ પોતાની પાસે રાખી લીધી હતી. આ લોન કૌભાંડના કારણે પેનન્ટ મેનેજમેન્ટ કંપનીને તાળા લાગી હતા અને પેનન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી બીજી ઘણી કંપનીઓને મોટું આર્થિક નુકસાન વેઠવું પડયું હતું ફ્લોરિડામાં નિક પટેલે ફર્સ્ટ ફાર્મર્સ ફાઈનાન્શિયલ કંપની બનાવી હતી અને એ કંપનીના નામે હોટેલના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું.

લોન વેંચવાને બહાને નિક પટેલે લગભગ ૨૬ જેટલી બનાવટી લોનની રકમ પોતાની કંપની માટે મેળવી લીધી હતી. આ રકમ તેણે તેની ભવ્ય લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચી નાખી હતી. કોર્ટની સુનાવણી વખતે હાજર રહેવા માટે તે ચાર્ટર પ્લેનનો ઉપયોગ કરતો હતો. ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન આચરેલા આ લોન કૌભાંડમાં સપ્ટેમ્બર-૨૦૧૪માં નિક પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૧૬માં દોષિત જાહેર થયા પછી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેણે તમામ કંપનીઓને પૈસા પાછા આપી દેવાની કોર્ટને ખાતરી આપીને ૨૦૧૬માં જામીન મેળવ્યા હતા. કોર્ટે એવી આશાએ તેને જામીન આપ્યા હતા કે તે જેલમાંથી છૂટીને જે કંપનીઓ સાથે છેતરપિંડી કરી છે તેને વળતર આપી દેશે. પણ જેલમાંથી છૂટયા પછી ફરીથી તેણે ૧.૯ કરોડ ડોલર એટલે કે અંદાજે ૧૨૩ કરોડ રૃપિયાનું લોન કૌભાંડ કર્યું હતું.

ગત છઠ્ઠી જાન્યુઆરીએ નિક પટેલ ફ્લોરિડાના કિસિમી એરપોર્ટ પરથી એક્વાડોર ભાગી જવાની પેરવી કરતો હતો ત્યારે પોલીસે તેને ઝડપી લીધો હતો. તે ઝડપાયો ત્યારે તેની પાસેથી ૨૦ હજાર ડોલર જેટલી રોકડ રકમ ઉપરાંત બેગમાંથી રહસ્યમય વ્હાઈટ પાવડર પણ મળી આવ્યો હતો. એ પાવડર કદાચ ડ્રગ્સ હોય એવી પણ શંકા પોલીસે વ્યક્ત કરી હતી. ભારતમાં જેમ કરોડોના આર્થિક કૌભાંડ કરીને વિજય માલ્યા, લલિત મોદી, નિરવ મોદી જેવા બિઝનેસમેન બીજા દેશમાં ભાગીને નિરાંતે રહે છે એવું જ આયોજન ગુજરાતી મૂળના નિકેશ પટેલનું પણ હતું. જોકે, અમેરિકન પોલીસે નિક પટેલને ઝડપી લઈને આવા કૌભાંડીઓને કઈ રીતે પકડી શકાય તેનું ઉદાહરણ પૂરું પાડયું હતું.

Related posts

દેશનું પ્રથમ ટાયર પાર્ક/ નકામા થઈ ગયેલા ટાયરનો બનશે પાર્ક, સુંદર રંગોથી રંગી બનાવશે કલાનો ઉત્તમ નમૂનો

Pravin Makwana

દેશની આ સ્કૂલોમાં પણ લાગુ થશે અનામત : 27 ટકાનો ક્વોટા ફાળવાશે, સરકારે લઈ લીધો નિર્ણય

Ankita Trada

ચૂંટણીપંચ ભાજપની જ એક શાખા : તેજસ્વી આવતીકાલે બિહારના મુખ્યમંત્રી હશે તો તે નવાઈની વાત નહી હોય, ગોળગોળ શિવસેના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!