GSTV

જે રીતે અમેરિકાએ ધમકી આપી એ જોતા પાકિસ્તાન હવે સપનામાં પણ આંતકી હુમલો કરવાનું નહીં વિચારે

Last Updated on March 21, 2019 by

અમેરિકાએ આતંકવાદીઓ સામે કડક પગલાં લેવા માટે પાકિસ્તાનને કહ્યું છે. આ સાથે યુ.એસ.એ પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત પર જો હવે એક પણ આતંકવાદી હુમલો કર્યો તો તમારા માટે એ ‘ખૂબ જ સમસ્યારૂપ’ હશે.

un ban on masood

વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે “આતંકવાદી જૂથો સામે પાકિસ્તાનને મજબૂત અને સતત પગલાં લેવાની જરૂર છે. તણાવની પરિસ્થિતિને લીધે ખાસ કરીને આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબા સામે પગલાં લેવાની સખત જરૂર છે.

નામ ન છાપવાની શરત પર અધિકારીએ જણાવ્યું હતું કે, “જો પાકિસ્તાન આતંકવાદીઓ સામે પગલાં લેતું નથી અને ભારત પર બીજો હુમલો કરે છે તો તે પાકિસ્તાન માટે એક મોટી સમસ્યા હશે. જે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઊભી કરશે અને તે બંને માટે ખતરનાક બનશે. ‘

ભારતે પાકિસ્તાન પર કરેલો હવાઇ હુમલો એ કંઈ ઓછો ન હતો. એ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પાકિસ્તાને પૂછ્યું ત્યારે અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા આતંકવાદી સંગઠનો સામે ‘અવિરત અને ટકાઉ’ પગલાંની લેવાની જરૂર છે. અધિકારીએ જણાવ્યું હતું કે તે સંપૂર્ણ મૂલ્યાંકન કરવું એ અત્યારે થોડી ઉતાવળ જેવું થશે.

READ ALSO

Related posts

ક્રૂરતાની હદો પાર: ઓળખ બાદ તાલિબાને દાનિશ સિદ્દીકીની કરી હતી નિર્દયતાથી હત્યા

pratik shah

BIG NEWS: ગુજરાત માટે ગૌરવ, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah

Tokyo Olympics: ભારતીય પુરુષ હોકી ટીમે જાપાનને ધૂળ ચાટતું કર્યું, જીત સાથે ક્વાર્ટર ફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!