GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

તણાવ વચ્ચે અવળચંડા ચીને વિવાદીત ટાપુ પર એવું કર્યું કે અમેરિકાને નહીં ગમે, આપી આ ધમકી

કોરોના વાયરસને લઇને એક તો પહેલાંથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યાં ફરી એકવાર ચીનના એક પગલાથી પેન્ટાગોન નારાજ થયું છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં આવેલા વિવાદિત ટાપુ પર યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. જોકે, ચીનની આ હરકત પર અમેરિકા નારાજ થયું છે અને પેન્ટાગોને આકરતા શબ્દમાં ચીનની આ હરકતને વખોડી કાઢી હતી ઉપરાંત પેન્ટાગોને 2002ના પ્રસ્તાવને યાદ અપાવ્યો.

પાર્સલ દ્વીપ પર ચીનએ 1 થી 5 જુલાઇ સુધી સૈન્ય અભ્યાસનો નિર્ણય કર્યો

દક્ષિણ ચીન સાગરના પાર્સલ દ્વીપ પર ચીનએ 1 થી 5 જુલાઇ સુધી સૈન્ય અભ્યાસનો નિર્ણય કર્યો છે. ચીનના નિર્ણય પર પેન્ટાગોને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીનના આ પગલાથી આ વિસ્તારમાં તણાવ વધશે અને તાઇવાન, વિયતનામ અને ચીનના સીમા વિવાદ પર અસર થશે અને અજુગતુ થવાની પરિસ્થિતી સર્જાઇ શકે છે. અમેરિકાએ ચીનને દક્ષિણ ચીન સાગરના મામલે 2002ના પ્રસ્તાવને યાદ અપાવ્યો છે. જેમાં વિવાદ વધે નહીં અને શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિ ટાળવાનું કહેવામાં આવ્યું હતું.

અમેરિકા લાંબા સમયથી ચીનના આ દાવાને નકારતું આવ્યું

અમેરિકા દ્વારા બેટુક કહેવાયું છે કે હાલનો સૈન્ય અભ્યાસ વિસ્તારમાં ચીનના ગેરકાયદે સમુદ્ર પર કબજાને મજબુત કરવા અને પડોશી દેશોના અધિકારને ખતમ કરવાની જુની ગતિવિધિયોનો હિસ્સો છે. નોધનીય છે કે, ચીન દક્ષિણ ચીન સાગરના મોટા વિસ્તાર અને પાર્સેલ દ્વીપ પર પોતાનો દાવો કરી રહ્યુ છે. અમેરિકા લાંબા સમયથી ચીનના આ દાવાને નકારતું આવ્યું છે. કોરોના મહામારીના કારણે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રંપ ચીન પર કોરાના વાયરસને લગતી જાણકારી છુપાવવાનો આરોપ લગાવી ચુક્યા છે. સાથે જ ડબલ્યુએચઓ (WHO)પર પણ ચીનને બચાવવાનો આરોપ લગાવતા સંબંધો તોડી નાખ્યા છે.

READ ALSO

Related posts

પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે આ વ્યક્તિએ લગાડી શરીરે આગ, વીડિયો થયો વાઈરલ

Mansi Patel

BIG NEWS : 30થી વધુ કર્મચારીઓ ધરાવતી દરેક કંપનીએ નિમવો પડશે કોરોના કોઓર્ડિનેટર

Karan

યાદ રાખજો / સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિને તિરંગો ફરકાવવામાં છે આ મોટા 7 તફાવત, છે દરેકનું મહત્વ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!