GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

કોરોના ઝડપથી કાબુમાં નહીં આવે તો ન્યુયોર્ક બીજું વુહાન બનશે, અમેરિકામાં 24 કલાકમાં 345 મોત અને નવા 18 હજાર કેસ નોંધાયા

corona

ચીનના વુહાનથી શરૃ થયેલ અને મહામારી બની ચૂકેલા કોરોના વાયરસે અમેરિકાને ભરડામાં લીધું છે. કોરોના વાયરસની અમેરિકામાં ચીનથી પણ વધારે અસર જોવા મળી રહી છે. હાલમાં અમેરિકામાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ બેકાબુ બની રહી છે. કોરોના ઝડપી કાબુમાં નહીં આવે તો ન્યુયોર્ક બીજું વુહાન બનવા જઈ રહ્યું છે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકાને ઉગારવા 2 ટ્રિલિયન ડોલરનું આર્થિક પેકેજ જાહેર કરવા સાથે દેશની ઓટોમોબાઈલ કંપનીઓને પણ ખૂબ જ ઝડપથી વેન્ટિલેટર તૈયાર કરવા માટે કહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ

ઈટલી અને સ્પેન બાદ હવે દુનિયાની મહાશક્તિ બનેલા અમેરિકામાં કોરોના વાયરસને પગલે ખૂબજ વધારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સૌથી વધારે કોરોનાગ્રસ્ત લોકો ત્યાં નજર આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ઘાતક વાયરસ કોવિડ -19ને લઈને 345 લોકોના મોત થયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 18,000થી પણ વધારે નવા કેસ આવ્યા છે. અમેરિકામાં કોરોના વાયરસને કારણે મરનારની સંખ્યા પણ વધીને 1550 સુધી પહોંચી ગઈ છે. જ્યારે એક લાખથી પણ વધારે લોકો આ ગંભીર રોગના ભરડામાં આવી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશની ઓટોમોબાઈલ કંપનીઓ જનરલ મોટર્સ અને ફોર્ડને ગાડીઓના નિર્માણને બદલે હવે વેન્ટિલેટર મશીનો તાત્કાલિક બનાવવા માટે કહ્યું છે. વૈશ્વિક મહામારી જંગલમાં લાગેલી આગ બેકાબુ બને તે રીતે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે.

ન્યુયોર્ક કોરોના વાયરસથી સૌથી વધુ સંક્રમિત શહેર

ન્યુયોર્ક એ અમેરિકાનું બિઝનેશ હબ શહેર ગણાય છે. અમેરિકમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોમાંથી અડધા થી પણ વધારે ફક્ત આ ન્યૂયોર્ક શહેરના છે. મળતા સમચારો મુજબ ન્યુયોર્કની હોસ્પિટલોમાં હવે ઓક્સિજન, કેથેટર અને દવાઓની અછત સામે આવી રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ અમેરિકાના કેટલાય વિશેષજ્ઞો એ આશંકા બતાવી છે કે જો ન્યૂયોર્કમાં ઝડપથી આ પરિસ્થિતિ પર કાબુ નહીં લેવાય તો ચીનના વુહાનથી પણ વધુ ગંભીર સ્થિતિ થઈ શકે છે.

2 ટ્રિલિયન ડોલરનું આર્થિક પેકેજ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની બગડી રહેલી અર્થવ્યવસ્થાને થાળે પાડવા અને લાઈન પર લાવવા 2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજને મંજૂરી આપી દીધી છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં હાલના ઈતિહાસાં આ સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરાયું છે. આ રાહત પેકેજ થકી અમેરિકી સરકાર અર્થ વ્યવસ્થાને કોરોના સંકટથી ઉગારવા માટે બેરોજગારોને વ્યક્તિગત લાભ, તેમજ રાજ્યોને પૈસા અને વ્યાપારી જગતને જરૃરી રાહતો પૂરી પાડી શકાશે.

READ ALSO

Related posts

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

Arohi

અમેરિકામાં Coronaના 18.81 લાખ કેસ, ફક્ત નર્સિંગ હોમમાં જ 26000થી વધુના મોત

Arohi

અમેરિકાથી આવશે દાનમાં મળેલા વેન્ટિલેટર્સની પહેલી ખેપ, જાણો ક્યારે આવશે 100 વેન્ટિલેટર્સ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!