અમદાવાદમાં એક તરફ કોરોનાનો કહેર વધવાથી લોકો ભયભીત બન્યા છે. એસવીપી જેવી સરકારી હોસ્પિટલમાં દર્દીને પ્રવેશ મેળવવાના તો ફાંફાં પડ્યાં છે, પરંતુ સારી ગણાતી ખાનગી હોસ્પિટલમાં પણ પૂરતી સંખ્યામાં બેડ કે વેન્ટિલેટરની વ્યવસ્થા નથી. ઉપરાંત તંત્ર પણ વધુ ને વધુ દર્દીને હોમ ક્વોરન્ટાઇન થવાની સલાહ આપે છે, જેના કારણે ઘરે રહીને કોરોનાની સારવાર લેતા દર્દી વધ્યા છે, પરંતુ આ દર્દીની નિયમિત સારસંભાળ લેવાની બાબત કહો કે પછી તેમના મેડિકલ વેસ્ટને ઉપાડવાની બાબતમાં તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે.

મેડિકલ વેસ્ટને ઉપાડવાની બાબતમાં તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો
આમ તો કોરોનાના કેસ વધતાં તંત્રે માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયામાં વધારો કરવાની નવી રણનીતિ અપનાવી છે. આજની સ્થિતિમાં શહેરમાં કુલ 293 માઇક્રો કન્ટેન્મેન્ટ એરિયા અમલમાં છે. આના કારણે 24,000 લોકો તેમના ઘરમાં કેદ થયા છે.


24,000 લોકો તેમના ઘરમાં કેદ
બીજી તરફ હોમ આઇસોલેશન હેઠળના દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું છે. તેમાં પણ મ્યુનિ. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની બેદરકારીથી જે તે દર્દીના ઘેરથી તેમનો મેડિકલ વેસ્ટ નિયમિત રીતે ઉપાડાતો નથી. અગાઉની કોરોના ફર્સ્ટ વેવમાં પણ હોમ આઇસોલેટેડ દર્દી પ્રત્યે તંત્ર લાપરવાહી દાખવતું હોવાની તંત્ર સામે ગંભીર ફરિયાદ ઊઠી હતી.

દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું
અમદાવાદમાં કોરોનાના સરકારી તંત્ર દ્વારા જાહેર કરાતા નવા કેસના અને મૃત્યુના આંકડા કરતાં વાસ્તવિક આંકડા ઘણાં ઉંચા હોવાની અને સ્થિતિ વધુ ખરાબ હોવાની બાબત હવે સૌ કોઈ સમજતા થઈ ગયા છે. મ્યુનિ. તંત્ર એક્ટિવ કેસો જાહેર કરે છે, તેનાથી વધુ દર્દીઓ તો ખાનગી હોસ્પિટલોના પ્રાઇવેટ બેડમાં હોય છે. તો શું આ કેસોને ગણતરીમાં નથી લેવાતા ? દરમ્યાનમાંં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર નવા 332 કેસ નોંધાયા છે. તેમજ સારવાર દરમ્યાન 10 દર્દીઓના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે સાજા થઈ ગયેલાં 351 લકોને ડિસ્ચાર્જ કરાયા છે. મ્યુનિ.ની હદમાં છેલ્લાં સાડા આઠ મહીનામાં નોંધાયેલાં કુલ કેસોની સંખ્યા 51015ના આંકડાને આંબી ગઈ છે.
READ ALSO
- PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર
- મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..
- વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ
- PNBએ ગ્રાહકોને ખાસ ભેટ આપી છે, હવે લોકો ઘર બેઠા જ ખાતમાંથી કાઢી અને જમા કરાવી શકશે રૂપિયા
- વેક્સિનેશન બાદ જો થશે આડઅસરો તો વળતર આપશે Bharat Biotech, કંપનીએ કરી આ મોટી જાહેરાત