GSTV

અમદાવાદીઓ ભારે હો! 60 હજારથી વધુ માસ્ક વગરના બહાદુરો દંડાયા, તંત્રે વિતેલા વર્ષમાં દંડ પેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા!

વર્ષ 2020 કોરોના-યર બની ગયું અને આ વર્ષમાં ટ્રાફિક પોલીસે માસ્ક નહીં પહેરનાર 65000 શહેરીજનો પાસેથી દંડ વસૂલ્યો હતો. પણ, આખા વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે  ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો એકપણ કેસ કર્યો નથી તેવું સત્તાવાર આંકડાઓમાં જણાઈ આવે છે. ટ્રાફિક પોલીસે વિતેલા વર્ષ દરમિયાન કુલ 61 લાખ લોકો પાસેથી દંડપેટે 30 કરોડ રૂપિયા વસૂલ્યા છે. જેમાં હેલમેટ અને સીટબેલ્ટ ન લગાવ્યાં હોય તેવા 2.61 લાખ, ટ્રાફિકના સ્ટોપલાઈન અને સાઈનભંગના 1 લાખ તેમજ ગેરકાયદે પાર્કિંગ બદલ 94000 લોકો પાસેથી દંડ વસૂલાત કરવામાં આવી છે. કોરોના કાળમાં ચાર મહિના સુધી ધંધા-રોજગાર અને દૈનિક જીવનચર્યા ઠપ્પ હતી તે વચ્ચે પણ નિયમપાલન માટે કડક કાર્યવાહી કરવામાં આવતાં શહેરના રસ્તા પર ટ્રાફિકની અવરજવર સામાન્ય બની છે.’

વાહન ચલાવવામાં ધ્યાન આપવું કે ભૂલ ન થાય તેમાં…?

ટ્રાફિક પોલીસે અમદાવાદની વસતિના 10 ટકા લોકો એટલે કે 6.10 લાખ લાકો પાસેથી વર્ષ 2020માં 30 કરોડ રૂપિયાની દંડ વસૂલાત કરી છે. આંચકારૂપ બાબત તો એ છે કે, કોરોના યરમાં ટ્રાફિક પોલીસે માસ્કના 65000 કેસ  કરી 4 કરોડ રૂપિયાની દંડ વસૂલાત કરી છે. પણ, ટ્રાફિક પોલીસ પાસે બ્રેથ એનેલાઈઝર સહિતની વ્યવસૃથા હોવા છતાં વર્ષ 2020 દરમિયાન ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો એક કેસ પણ કર્યો નથી. કોરોનાના ડરથી વાહનચાલકોની નજીક જતાં પોલીસ પણ ખચકાટ અનુભવતી રહી છે. જો કે, દારૂ પી વાહન ચલાવવાની ગંભીર બેદરકારી કે ગુના માટે આવશ્યક સાધન-સુવિધા ઉપલબૃધ હોવા છતાં પોલીસે એકપણ કેસ કર્યો નથી તે આંચકારૂપ બાબત છે.

પોલીસે એકપણ કેસ કર્યો નથી તે આંચકારૂપ બાબત

વર્ષ 2020 દરમિયાન ટ્રાફિક પોલીસે કુલ 3.36 લાખ ટુ વ્હીલર ચાલક અને બે લાખ કારચાલક પાસેથી દંડ વસૂલાત કરી હતી. સ્વાભાવિક રીતે જ સૌથી વધુ 15.71 કરોડ રૂપિયાની દંડ વસુલાત ટુ વ્હીલર ચાલકો પાસેથી કરાઈ છે. જ્યારે, બેલ્ખ ફોર વ્હીલ ચાલકો પાસેથી 10.79 કરોડની વસુલાત કરવામાં આવી છે. તો, થ્રી 3.36 લાખ થ્રી વ્હીલર ચાલકો પાસેથી 26 કરોડ રૂપિયા જેવો દંડ વસૂલવામાં આવ્યો છે.

વર્ષ 2020 દરમિયાન સિગ્નલ ભંગ કરનાર 12924 લોકો પાસેથી 64 લાખ, સ્ટોપલાઈન ભંગ કરતાં 8864 લોકો પાસેથી 44 લાખ, ટ્રાફિક સાઈન ભંગ કરનાર 23527 લોકો પાસેથી 93 લાખ, ગેરકાયદે પાર્કિંગ કરનાર 94000 લોકો પાસેથી 4.68 કરોડ, ભયજનક ડ્રાઈવિંગ કરતાં 511 લોકો પાસેથી 6 લાખ, હેલમેટ વગર ફરતાં 1.58 લાખ ટુ વ્હીલર ચાલકો પાસેથી 7.92 કરોડ, સીટબેલ્ટ વગરના એક લાખ કેસ કરી 5.15 કરોડ, વન-વે અને રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ માટે 3579 લોકોને ઝડપી લઈ 50 લાખ, ચાલુ વાહને મોબાઈલ ફોન વાત કરતાં 17246 લોકો પાસેથી 86 લાખ, ઓવરસ્પીડ માટે 1256 લોકો પાસેથી 24 લાખ, ત્રણ સવારી નીકળેલાં 8256 વાહનચાલકો પાસેથી 8 લાખ, ડાર્ક ફિલ્મ લગાવેલી 15239 કારના ચાલકો પાસેથી 76 લાખ રૂપિયા, ફેન્સી નંબર પ્લેટના 35148 કેસ કરી 1.41 કરોડ, લાઈસન્સ વગર વાહન ચલાવતાં 18705 લોકો પાસેથી 8.38 કરોડ ઉપરાંત માસ્ક ન પહેરનાર 65061 કેસ કરી 4 કરોડ રૂપિયાની દંડ વસૂલાત કરી છે.આમ તો, વર્ષ 2020 કોરોના યર રહ્યું અને ચાર મહિના સુધી જનતા કર્ફ્યૂથી ધંધા-રોજગાર બંધ રહેતાં રસ્તાઓ પર અવરજવર રહી નહોતી.

આમ છતાં, આઠ જ મહિનાના સમયગાળામાં પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઝૂંબેશ હાથ ધરી હતી. પોલીસની આ ઝૂંબેશથી શહેરના રસ્તાઓ પર પસાર થતાં વાહનચાલકો સરળતાનો અહેસાસ કરી રહ્યાં છે. ટ્રાફિક નિયમપાલન સાથે વાહન ચલાવવાની આદત પડી રહી છે તે સ્વયંશિસ્તથી ડ્રાઈવિંગ દરમિયાન સ્ટ્રેસલેવલ ઓછું થઈ રહ્યાંનો અહેસાસ પણ લોકો કરી રહ્યાં છે.

રસ્તા ઉપર નીકળો એટલે કુલ 35 પ્રકારની ભૂલોમાં દંડ ભરવો પડે!

રસ્તા ઉપર વાહન લઈને નીકળીએ તો વાહન ચલાવવામાં ધ્યાન રાખવું કે ભૂલ ન થાય તેમાં? આ સવાલ સતાવે એવો છે. કારણ એવું છે કે, ટ્રાફિક પોલીસ કુલ 35 પ્રકારની ભૂલો થાય તો વાહનચાલક સામે કાર્યવાહી કરી શકે છે. સામાન્યત: હેલમેટ, લાઈસન્સ, સીટબેલ્ટ વગરના કેસ સૌથી વધુ થાય છે.

આ ઉપરાંત વન-વે, રોન્ગસાઈડ ભંગ, ઓવરસ્પીડ, ટ્રાફિક સિગ્નલ કે સ્ટોપલાઈન ભંગ, ત્રણ સવારી, પી.યુસી, મ્યુઝીકલ હોર્ન, નંબરપ્લેટ વગર કે ફેન્સી નંબરપ્લેટ, રજીસ્ટ્રેશન, લાઈસન્સ વીમો કે પરમીટ વગર, ડાર્ક ફિલ્મ લગાવવી, રિફલેક્ટર ન હોય, હેડલાઈટ બંધ હોય, વધુ મુસાફર બેસાડીને, અન્ડર એજ ડ્રાઈવિંગ, તમાકુ અિધનિયમ, ચાલુ વાહન મોબાઈલ ફોન પર વાતચિત કરવા  અને અડચણરૂપ આડેધડ પાર્કિંગ સહિતની કુલ 35 ભૂલો કરો તો દંડની વસૂલાત કરવામાં આવે છે. હવે દંડની ન્યૂનત્તમ રકમ 500 રૂપિયા થઈ છે તે 2000 રૂપિયા સુધીની છે.

READ ALSO

Related posts

સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ

Pravin Makwana

કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો

Pravin Makwana

કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!