આજે અમદાવાદીઓ રસ્તામાં અટવાઇ પડે તેવી સ્થિતી સર્જાઇ શકે છે.. કેમકે આજે અમદાવાદમાં પીએમ મોદી ભગવાન જગન્નાથજીની રથયાત્રાથી પણ લાંબો રોડ શો કરવાના છે. મોદીના આ રોડ શોના કારણે અમદાવાદને બાનમાં લેવાશે.કેમકે આ મેગા રોડ શોના કારણે રસ્તાઓ કલાકો સુધી બંધ રહેશે.. પીએમ મોદી ચૂંટણી સમયે નબળી સીટો પર માહોલ બદલવા સતત સભાઓ કરી રહ્યાં છે. મોદી આ મેગા રોડ શો થકી 8થી 9 વિધાનસભા સીટ કવર કરશે. મોદીનો આ રોડ શો 38 કિ.મી.નો છે જે અમદાવાદમાં નરોડાથી શરુ થઈ બાપુનગર, CTM, કાંકરિયા, ચંદ્રનગર, હેલ્મેટ, વ્યાસવાડીને કવર કરતા ચાંદખેડા સુધીનો છે. જેમાં હજારોની ભીડ ઉમટવાની સંભાવના વચ્ચે અનેક રસ્તાઓ બંધ હશે. એટલે અમદાવાદીઓ અટવાઈ પડે તો બુમરાણ ના મચાવતા કારણકે મોદી અમદાવાદમાં છે. રથયાત્રાનો કુલ રૂટ 22 કિલોમીટરનો છે.. જેથી પીએમ મોદીનો આ રોડ શો સૌથી લાંબો રોડ શો રહેશે. આ પહેલાં સુરતમાં 30 કિમીનો રોડ શો યોજાયો હતો. જે સફળ રહેતાં મોદીએ અમદાવાદમાં સભાઓ કરવાને બદલે રોડ શો કરવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધી ભાજપના નેતાઓ રસ્તાઓ બંધ કરતા હતા. હવે મોદીના આ રોડ શોથી અમદાવાદ અટવાઈ પડે તો નવાઈ નહીં.
પ્રધાનમંત્રીના અત્યાર સુધીના સૌથી મોટા રોડ શો દ્વારા ભાજપ શક્તિ પ્રદર્શન કરવા ઇચ્છતુ હોવાથી ખુબ મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડે તે માટે ભાજપના નેતાઓએ બેઠક બોલાવી હતી. જેમાં અમદાવાદમાં વિવિધ વોર્ડના પ્રમુખો તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી અને અન્ય રહેણાંક વિસ્તારમાં જઇને વધુમાં વધુ લોકોને રોડ શો લાવવા માટે સુચના આપવામાં આવી હતી. જેમા દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછા ૨૫ હજાર લોકો આવે તેવો ટાર્ગેટ અપાયો હતો. અમદાવાદમાં ચૂંટણી પહેલા તમામ વિધાનસભા બેઠકો પર એક જ દિવસમાં રોડ શો યોજીને પહોંચવા માટે ેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અત્યાર સુધીના તેમના સૌથી મોટા ૩૨ કિલોમીટર લાંબા રોડ શોનું આયોજન કરાયું છે. જેમાં જનમેદની એકઠી કરવા માટે ભાજપના નેતાઓથી માંડીને કાર્યકરો દોડતા થઇ ગયા હતા. ભાજપના નેતાઓએ દરેક વોર્ડ દીઠ ઓછામાં ઓછા ૨૫ હજાર લોકોને રોડ શો માટે લાવવા માટે સુચના આપવામાં આવી હતી. જેથી બુધવારે વિવિધ વિસ્તારોના સ્થાનિક કાર્યકરોએ તેમના વિસ્તારની સોસાયટી, એપાર્ટમેન્ટમાં જઇને ચેરમેન અને સેક્રેટરીને મળીને રોડ શો માટે તેમને ત્યાંથી વધુમાં વધુ લોકો આવે તેવું આયાજન કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં રોડ શોમાં આવનાર લોકોને લાવવા-મુકવા માટે વિશેષ વાહનની વ્યવસ્થા કરવા ખાતરી આપી હતી. તો સાંજના સમયે મોડુ થાય તેવા સંજાગમાં ફુડ પાર્સલ આપવાની વાત પણ કરી હતી. આમ, રોડ શો માં ભાજપનું શક્તિ પ્રદર્શન થાય તે માટે ભાજપના કાર્યકરોથી માંડીને નેતાઓ બુધવારે સાંજથી સતત દોડતા જોવા મળ્યા હતા.