અમદાવાદમાં ઘણાં લાંબા સમય બાદ દર્દીઓની સંખ્યાનો આંકડો 300 પાર કરીને 305ને આંબી ગયો છે. આ આંકડો એપ્રિલ- મે- જૂનની યાદ અપાવી જાય છે. હવે જો સ્થિતિ બગડશે તો એપ્રિલ- મે કરતા પણ વધુ ખરાબ હશે તેમ જણાય છે. કેમ કે, તે સમયે માત્ર મધ્ય ઝોન અને દક્ષિણ ઝોન જ હોટસ્પોટ હતા પશ્ચિમના પટ્ટાના ત્રણ ઝોનમાંથી બહુ જ ઓછા દર્દીઓ નોંધાતા હતા.

તો દર્દીઓની સંખ્યા પણ બેકાબૂ બની જશે
જ્યારે હાલ શહેરના સાતે ઝોનમાં સમાંતર સ્થિતિ છે એટલે એના બદલે સાત હોટસ્પોટ બની જશે આમ થાય તો દર્દીઓની સંખ્યા પણ બેકાબૂ બની જશે. જો કે મે- જૂન કરતા સારી બાબત એ છે કે, ડૉક્ટરોને કોરોનાની સારવારનો સારો એવો અનુભવ થઈ ગયો છે. નવી દવાઓ પણ ઉમેરાઈ છે.


કોમ્યુનિટી સ્પ્રેડિંગ ચાલુ
ઓક્સીજનની અગાઉ કરતા સારી વ્યવસ્થા થઈ શકી છે. મૃત્યુનું પ્રમાણ નીચું ગયું છે અને લક્ષણો વગરના તેમજ હળવા લક્ષણોવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં નોંધાય છે. બીજી તરફ ચિંતાની બાબત એ છે કે કોમ્યુનિટી સ્પ્રેડિંગ ચાલુ થઈ ગયું છે. ગંભીર દર્દીઓની સંખ્યા પણ ઉંચી છે.

શહેરમાં માસ્ક વગર ફરતા લોકોના ટેસ્ટ કરાતા 9 પોઝિટિવ
અમદાવાદમાં સતત વધી રહેલાં કોરોના સંક્રમણની વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની જુદી જુદી ટીમો દ્વારા શહેરમાં માસ્ક વગર ફરતા કુલ 256 લોકોને ઝડપી લઈ તેમના રેપીડ ટેસ્ટ કરાતા નવ લોકો કોરોના પોઝિટિવ આવતા તેમને સમરસ કોવિડ કેર સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

માસ્ક વગર ફરનારાઓ સામે કાર્યવાહી
સંક્રમણને ઘટાડવા મ્યુનિ.તંત્ર દ્વારા શહેરમાં માસ્ક વગર ફરનારાઓ સામે કાર્યવાહી કરવા નિર્ણય કરાયો છે.આવા લોકોને પકડી રેપીડ ટેસ્ટ કરાશે.જો રીપોર્ટ નેગેટિવ આવશે તો તે વ્યકિત પાસેથી રૂપિયા એક હજાર દંડ વસુલી જવા દેવામાં આવશે.રીપોર્ટ પોઝિટિવ આવશે તો તેમને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાશે.આ ઝુંબેશ આવનારા સમયમાં યથાવત રાખવામાં આવશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- દરરોજ ખોરાક લેતા સમયે કરો દહિંનુ સેવન, પેટને લગતી સમસ્યાઓથી મળશે છુટકારો
- શું બાઈડેનના શપથગ્રહણ પહેલા વૉશિંગ્ટન છોડી ચાલ્યા જશે ટ્રંપ, આપ્યા આ સંકેત
- વિવાદ બાદ WhatsApp ની પીછેહઠ, આ તારીખ સુધી નહી થાય તમારું એકાઉન્ટ ડિલીટ
- કોરોના વેક્સિનેશન અભિયાનઃ જાણો કોણ છે એ ભાગ્યશાળી વ્યક્તિ જેને દેશમાં સૌપ્રથમ મળી વેક્સિન?
- અમદાવાદના નરોડા વિસ્તારમાં પથ્થરમારાનો બનાવ, ઘટનામાં 3 લોકો ઘાયલ થયાં