GSTV

AMCનો ‘અદભૂત’ વહીવટ: છેલ્લા 35 વર્ષથી ધમધમતા સરકારી દવાખાનાનો કોઈ રેકોર્ડ કોર્પોરેશન પાસે છે જ નહીં, ગજબ!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC)ના વહીવટીતંત્રમાં ગજબનો વહીવટ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરના રિલીફ રોડ ઉપર કેલીકોડોમની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દવાખાનું અને પ્રસુતિગૃહ સતત ૩૫ વર્ષ સુધી ચલાવવામાં આવ્યુ હતું એનો કોઈ રેકર્ડ હાલની પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ ના હોવાનો મેડિકલ ઓફીસરે અરજદારને લેખિતમાં જવાબ આપ્યો છે.

દવાખાનું અને પ્રસુતિગૃહ સતત ૩૫ વર્ષ રહ્યું ધમધમતું

આ અંગે મળતી માહીતી મુજબ,મુનાફ મેમણ દ્વારા માહીતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની જોગવાઈઓ હેઠળ રિલીફ રોડ ઉપર કેલીકોડોમ સામે વર્ષ-૧૯૫૫થી વર્ષ-૧૯૯૫ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવેલા દવાખાના અને પ્રસુતિગૃહ વિશે માહીતી માંગી હતી.

નોંધણી રજીસ્ટર અમારી પાસે ઉપલબ્ધ નથી

અરજદારે સ્વ.વકીલ ચિમનલાલ છોટાલાલ મ્યુનિસિપલ દવાખાના અને પ્રસુતિગૃહના નામે ૩૫ વર્ષ સુધી ચલાવવામાં આવેલા મ્યુનિ.હસ્તકના આ દવાખાના અને પ્રસુતિગૃહમાં કેટલા દર્દીઓએ સારવાર લીધી ,કેટલી પ્રસુતિ કરવામાં આવી, કેટલા તબીબો અને અન્ય મેડિકલ સ્ટાફ દ્વારા આ સમય દરમ્યાન ફરજ બજાવવામાં આવી હતી. સહીતની માહિતી મંગાવવામાં આવી હતી.

પરંતુ આ માહિતીના જવાબમાં મેડિકલ ઓફીસર કાલુપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા લેખિતમાં કહેવાયુ છે કે, કેટલી પ્રસુતિ થઈ હતી એ અંગેનું નોંધણી રજીસ્ટર અમારી પાસે ઉપલબ્ધ નથી. ઉપરાંત આ દવાખાના અને પ્રસુતિગૃહની મુળ ફાઈલ કયા ખાતાના કયા અધિકારી પાસે હશે એની પણ અમને કોઈ માહીતી નથી.

READ ALSO

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયું પરીક્ષાનું શૈક્ષણિક કેલેન્ડર

Pravin Makwana

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!