GSTV

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Last Updated on July 31, 2021 by Pritesh Mehta

અમદાવાદ મનપા દ્વારા રીબેટ યોજના અંતર્ગત એડવાન્સ મિલકતવેરો ભરપાઇ કરનારા લોકોને 10 ટકા ટેકસ માફી આપવામા આવે છે. ત્યારે શનિવારે યોજનાનો અંતિમ દિવસ હોવાથી શહેરના વિવિધ સીટી સીવીક સેન્ટર ખાતે મોટી સંખ્યામા લોકો ટેક્સ ભરપાઇ કરવા પહોંચ્યા હતા. એપ્રિલમાં શરૂ કરાયેલી રીબેટ યોજનામા સમયાંતરે વધારો કરવામાં આવ્યો હતો.

જો કે 31 જુલાઇ અંતિમ તારીખ હોવાથી લોકોએ સીટી સીવીક સેન્ટર તેમજ ઓનલાઇન ટેક્સ ભરીને રીબેટનો લાભ લીધો હતો. તંત્રનુ માનીએ તો આ યોજનાને કારણે અત્યાર સુધીમા તંત્રને 484 કરોડની આવક થઇ છે. રીબેટ યોજનાના અંતિમ દિવસે બપોર સુધીમા એક જ દિવસમા 4 કરોડ જેટલી આવક થઇ હતી. રાતના બાર વાગ્યા સુધીની મુદત હોવાથી રકમમાં વધારો થવાની આશા સેવાઇ હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!