GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

AMCની તિજોરી છલકાઈ! તંત્રે ટેકસથી વસૂલ્યા 491 કરોડ, મિલકતવેરા પેટે 125 કરોડથી વધુની આવક પશ્ચિમ વિસ્તારોમાંથી થઈ

અમદાવાદ શહેર તંત્રની ટેક્સની આવકથી છલકાઈ છે. AMC તંત્ર દ્વારા અમલમાં મુકાયેલી એડવાન્સ ટેકસ રીબેટ ઈન્સેટીવ યોજનાના કારણે તમામ ટેકસની આવક ૪૯૧.૦૧ કરોડ થવા પામી છે. મિલકતવેરા પેટે સૌથી વધુ ૧૨૫ કરોડથી વધુની  આવક પશ્ચિમના વિસ્તારોમાંથી થવા પામી છે.

એડવાન્સ ટેકસ રીબેટ ઈન્સેન્ટીવ યોજનાથી થઈ આવક

ત્રણ મહિનાના સમય માટે શરુ કરવામાં આવેલી એડવાન્સ ટેકસ રીબેટ ઈન્સેન્ટીવ યોજનાના કારણે એપ્રિલ મહિનામાં મિલકતવેરા પેટે તંત્રને ૧૩૭.૦૯ કરોડની આવક થવા પામી હતી.૨૬ મે સુધીમાં ૨૯૪.૯૬ કરોડની આવક થવા પામી છે.પહેલી એપ્રિલ-૨૦૨૨થી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં મિલકતવેરા પેટે ૪૩૨.૦૫ કરોડની આવક થવા પામી હતી.પ્રોફેશન ટેકસ પેટે ૩૨.૫૯ કરોડ આવક થઈ હતી.ઉપરાંત વ્હીકલ ટેકસ પેટે૨૬.૩૬ કરોડ આવક થઈ હતી.

ટેનિસ કોર્ટ

તમામ ઝોનમાંથી આવકથી થઈ

પહેલી એપ્રિલ-૨૦૨૨થી ૨૬ મે-૨૦૨૨ સુધીમાં મિલકતવેરાની આવક પેટે મધ્યઝોનમાં ૬૨.૪૭ કરોડ, ઉત્તરઝોનમાં ૩૨.૫૩ કરોડ જ્યારે દક્ષિણઝોનમાં ૩૨.૭૪ કરોડ આવક થવા પામી હતી.પૂર્વ ઝોનમાં આ સમયમાં મિલકતવેરા પેટે ૩૫.૩૭ કરોડ, પશ્ચિમઝોનમાં ૧૨૫.૮૩ કરોડ આવક થવા પામી હતી.ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૮૪.૮૨ કરોડ તથા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૫૮.૨૯ કરોડ આવક થવા પામી હતી.

READ ALSO

Related posts

રથયાત્રા બાદ આઈએએસ અધિકારીઓની વ્યાપક બદલી, 14 અધિકારીઓની બદલી કરવી ફરજિયાત

Zainul Ansari

દિલ તો બચ્ચા હૈ જી / મંત્રીઓને બાળપણ યાદ આવ્યું, શિક્ષણમંત્રી અને ગૃહરાજ્યમંત્રી હીંચકે હિચક્યા

Zainul Ansari

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari
GSTV