દેશમાં અને રાજ્યમાંપણ કોરોનાના અને ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા બાળકો કોરોના વોરિયર અને સિનિયર સિટીઝનને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.. જેને લઈને વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. અમદાવાદ જિલ્લામાં અંદાજે 1.25 લાખ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે જેને વેકસીન આપવામાં આવશે.

કેન્દ્ર સરકારના આદેશ મુજબ અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને યાદી તૈયાર કરી લેવામાં આવી છે એ મુજબ આગામી સમયમાં વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે… અમદાવાદ જિલ્લામાં હાલમાં 15 થી 18 વર્ષની ઉંમર વાળા અંદાજે 1 લાખ બાળકો છે જેને વેકસીન આપવામાં આવશે.. જિલ્લામાં આવતા તમામ આરોગ્ય કેન્દ્ર પર વેકસીન આપવામાં આવશે.. જે રીતે પહેલા રજિસ્ટ્રે શન અને બાદ માં વેકસીન એ રીતે અને સ્પોટ રજિસ્ટ્રેશન બંને રીતે બાળકોને વેકસીન આપવામાં આવશે રાજ્ય સરકારની ગાઈડ લાઇન મુજબ વેકસીન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

આ સિવાય વાત કરીએ તો જિલ્લા વિસ્તારમાં 8 હજાર જેટલા હેલ્થ વર્કર છે અને 10 થી 12 હજાર જેટલા ફ્રન્ટ લાઇન વર્કર છે તો જિલ્લા વિસ્તારમાં આમ તો 1.48 લાખ જેટલા સિનિયર સીટીઝન છે પરંતુ કોમઓરબીટ 25 થી 27 હજાર જેટલા છે.. તેને પણ તબક્કાવાર વેકસીનનો બુસ્ટર ડોઝ આપવામાં આવશે… એટલે કે જિલ્લા વિસ્તારમાં 1.25 લાખ જેટલા લોકોની વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
આમ રાજ્ય સરકારના આદેશ મુજબ વેનસીનેશન પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.. પરંતુ હજી પણ ઘણા વાલીઓ છે જે ઇચ્ચી રહ્યા છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ વેકસીન માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવે એ જરૂરી છે.

READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ