GSTV

‘નોટબંધીના નામે AMCનાં કર્મચારીઓએ પોતાનું સાજુ કરી લીધું’

Last Updated on April 2, 2019 by

અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ ખાતાઓમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ અવાર-નવાર થતો રહે છે. ત્યારે નોટબંધી વખતે મહાનગરપાલિકાની કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. આ બાબતની માહિતી એક આરટીઆઇ દ્વારા સામે આવી છે. નિકોલના એક વ્યક્તિએ આરટીઆઇ કરીને આ ભ્રષ્ટાચાર પર પગલા લેવા માંગ કરી છે. આરટીઆઇમાં જણાવ્યા મુજબ કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 8 નવેમ્બરથી 30 નવેમ્બરના સમયગાળા દરમિયાન એક હજારની 1072 અને પાંચસોની જૂની 2559 ચલણી નોટો સ્વીકારાઇ હતી.

એટલેકે રદ કરવામા આવેલી ચલણી નોટો દ્વારા 23.60 લાખની આવક થઇ હતી. આ નોટો આપનારાની વિગતો લેવામાં આવી ન હતી. સૌથી મહત્વની વાત એ છે કે તંત્ર પાસે 18 નવેમ્બરથી 26 ડીસેમ્બર 2016 દરમિયાન 2000ની નવી 1300 નોટ આવી હતી. આમ આ ગાળા દરમિયાન મર્યાદીત ચલણી નોટો મળતી હતી. 26 લાખની નવી ચલણી નોટો કાંકરિયા પ્રેવશ ફી-કીડ્સ સીટી અને મીન ટ્રેનની આવકમાં આવી હતી. 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટને 55 લાખની આવક થઇ હતી તે આવક 500-1000ની જૂની અને 2000ની નોટોથી થઇ હોવાનું આરટીઆઇમાં દર્શાવાયુ છે.

આમ આરટીઆઇની મળેલી માહિતી જોતા નોટબંધી સમયે મોટા પાયે વહીવટ થયો હોવાનુ મનાઇ રહ્યું છે. કાંકરિયા ખાતે જ્યાં 10-20 રૂપિયાની ફી હોય છે ત્યારે આ ફી ચુકવવા મુલાકાતી દ્વારા મોટી નોટ આપવામાં આવે તે કેવી રીતે બને? વળી જો મુલાકાતીઓ નોટ આપે તો આટલા બધા છુટા પૈસા નોટબંધી વખતે આપવામાં આવે તે વાત પણ ગળે ઉતરે તેમ નથી. આમ આરટીઆઇમાં મળેલી માહિતી મુજબ નોટબંધી સમયે કોર્પોરેશને ભ્રષ્ટાચાર કર્યો હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. ત્યારે આ અંગે તપાસ કરવા મહાનગરપાલિકાના વિજિલન્સમાં ફરિયાદ કરવામાં આવી છે. જોકે આ ફરિયાદ અંગે હજુ કોઇ કાર્યવાહી કરાઈ નથી.

READ ALSO

Related posts

મહાવિનાશ આવશે/ 10 હજાર કરોડ ટન બરફ પિગળ્યો, 27 જુલાઈએ એટલો ઓગળ્યો કે પાણીથી એક આખુ ઉત્તર પ્રદેશ ડૂબી જાય

Vishvesh Dave

મહામારી/ વિશ્વમાંથી મંદી દૂર કરવા 650 અબજ ડોલરની મદદ કરશે IMF, આ દેશોને સહાય માટે અપાઈ ગઈ લીલીઝંડી

pratik shah

BIG BREAKING: મોલ્ડો વાતચીતથી નિકળ્યો રસ્તો, ભારત-ચીન ગોગરા હાઈટ્સ ક્ષેત્રમાંથી હટાવશે પોતાની આર્મી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!