GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

નિષ્ક્રિયતા / હાઈકોર્ટ ટીકા કરે છે, પછી જ અમદાવાદ મ્યુનિના ઓફિસરો કામ કરે છે, આઈએએસ અધિકારીઓ કરે છે શું?

હાઈકોર્ટ

અમદાવાદ મ્યુનિ.માં અધિકારીઓ, એન્જિનિયરો, રાજકારણીઓ દ્વારા કાંડ અને કૌભાંડો થતા રહે છે, પરંતુ પગલા ત્યારે જ લેવાય છે જ્યારે તે અંગે હાઇકોર્ટ આદેશ આપે કે આકરી ટીકા કરે. શહેરના તમામ વિસ્તારોમાં અત્યારે પણ ગેરકાયદે બાંધકામો ધમધમે છે, અનેક બિલ્ડીંગો બીયુ પરમિશન કે ફાયર બ્રિગેડની એનઓસી વગર ચાલુ થઈ જાય છે. છેલ્લા મહિના દરમ્યાન હાઇકોર્ટની ટીકા બાદ જ ટીડીઓ- એસ્ટેટ ખાતું સીલ મારવા દોડતું થયું છે. કેટલાક પગલા તો સોગંદનામામાં લખવા માટે લેવાતા હોય છે.

ઉપરાંત આ અગાઉ કોરોનાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે હાઇકોર્ટે લોકડાઉનની સૂચના આપ્યા બાદ મીની લોકડાઉનનો અમલ શરૃ થયો હતો ત્યાં સુધી તો કેસો વધતા જ રહ્યા હતા. ૧૦૮ની સેવામાં અગાઉ ક્યારેય જોવા મળી ના હોય તેવી અવ્યવસ્થા સર્જાઈ હતી. ૧૦ મિનિટમાં આવી જતી ૧૦૮ના ફોન કર્યા પછી ૪- ૪ દિવસ સુધી દર્શન થતા ન હતા. ચોથા દિવસે ૧૦૮માંથી દર્દીના ઘરે ફોન આવતો હતો કે દર્દીને લેવા માટે આવીએ ? ત્યારે ઘણી વખત તો એવો જવાબ મળતો હતો કે, હવે ના આવશો, તેઓનું અવસાન થઈ ગયું છે. આ પ્રકારની અંધાધૂંધી અને જડ નિયમો સામે ભારે ઉહાપોહ શરૃ થયો હતો પણ વ્યવસ્થામાં ફેરફાર તો ત્યારે જ થયો જ્યારે હાઇકોર્ટે આ અંગે સૂચના આપી.

ગુજરાત

હાઇકોર્ટની ઝાટકણી બાદ જ તંત્ર હરકતમાં

ગેરકાયદે બાંધકામો અને ફાયરબ્રિગેડની એનઓસી અંગે વારંવાર જાહેર હીતની અરજી થાય છે. હાઇકોર્ટ કહે એટલે તંત્ર દોડતું થાય છે. બાકી પ્રવર્તમાન કાયદાઓ પળાવવાની તેમની કોઈ જ જવાબદારી ન હોય તે રીતે અધિકારીઓ મૌન સાક્ષી બનીને તમાશો જોયા કરતા હોય છે. ઘણી વખત તેમની આંખે પીંક નોટોના પાટા બંધાઈ ગયા હોય છે.

મ્યુનિ.માં વિજીલન્સ વિભાગ છે, પણ તેનો કોઈ જ અધિકારી કે એન્જિનિયરને જરા સરખો ય ભય નથી ત્યાં ચોક્કસ સમયમર્યાદામાં કેસ પતાવવાની સૂચના હોય તો જુદી વાત છે, બાકી તો કેસો વર્ષો સુધી ખેંચાતા રહે છે. કર્મચારીને પ્રમોશનનો કે નિવૃત્ત થવાનો સમય આવે ત્યારે ઉપરની સૂચના મુજબ ફટાફટ ઇન્કવાયરી પૂરી કરી નખાય છે. ઉચ્ચ અધિકારીઓ તેમના કર્મચારી- અધિકારી પરત્વે ઉદાર વલણ દાખવતા હોય છે, તે બાબત સમજી શકાય તેવી છેપણ ક્યારેય કન્સલ્ટન્ટને તેની બૂલ માટે કે કોન્ટ્રાક્ટરને તેની ભૂલ માટે ભાગ્યે જ સજા થાય છે. તૂટેલા રોડ અંગે અસામાન્ય ઉહાપોહ થયો ત્યારે ત્રણ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કર્યા હતા. કચરાના રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનોના બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને વર્ષ પૂરું થાય તે પહેલા નુકસાન રીપેર કરી આપવાની ઉદાર શરત કરી તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બહાર કાઢી લીધા હતા

હાઇકોર્ટના કહેવાથી ક્યારે શું ફેરફારો થયા ?

  • ૧૦૮ દ્વારા જે કોરોનાના દર્દીને સરકારી, મ્યુનિ.ની હોસ્પિટલો કે ખાનગી હોસ્પિટલોના મ્યુનિ.ના ક્વોટાના બેડમાં દાખલ કરવાનો વિચિત્ર નિયમ બંધ કરાયો.
  • બી.યુ. પરમિશન અને ફાયરની એનઓસી વગર ધમધમતા બિલ્ડીંગો અંગે આકરો ઠપકો મળ્યા બાદ સીલીંગ ઝુંબેશ.
  • કોરોનાના કેસો વધતા લોકડાઉનની સૂચના બાદ મીની લોકડાઉનનો અમલ શરૃ કરાયો.
  • રોડના ગાબડા અંગે હાઇકોર્ટની સૂચના બાદ નીચેના એન્જિનિયરોના ઇન્ક્રીમેન્ટ કાપવાનીસજા કરી, ટોચના એન્જિનિયરો સામે જ્યુડીશીયલ ઇન્કવાયરી નીમી. જો કે, શરતી પ્રમોશનો ચાલુ રખાયા.
  • ગેરકાયદે બાંધકામોના કેસમાં હાઇકોર્ટે સૂચના આપ્યા બાદ બી.યુ. વગરના બિલ્ડીંગોને નળ, ગટર, હેલ્થ લાયસન્સ આપવાનું બંધ કરાયું.

Read Also

Related posts

ઉલટી ગંગા : ભાજપમાંથી આ નેતા કોંગ્રેસમાં જોડાયા, મોરબી જિલ્લાપંચાયત તોડવાની સોંપાઈ જવાબદારી

GSTV Web Desk

હવે અર્બુદા સેના મેદાને : દૂધ ઉત્પાદક સંઘમાં કસ્ટોડિયન કમિટીએ સંઘને કર્યું નુક્સાન, એસીબીને તપાસ કરવા કરી રજૂઆતો

GSTV Web Desk

ઝટકો / ટ્રેનના ભાડા બાદ અમદાવાદ રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 200 ટકાનો વધારો

GSTV Web Desk
GSTV