અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમા આવેલી મુખ્ય કચેરી સહિત સાત ઝોનમા આવેલી વિવિધ કચેરીઓના દર મહિને આવતા તોતીંગ વીજબિલમાં ઘટાડો કરવા મ્યુનિ.હસ્તકની વિવિધ કચેરીઓમા ૧૮.૯૧ કરોડના ખર્ચથી સોલાર સિસ્ટમ લગાવવા મંજુરી માંગતી દરખાસ્ત રોડ કમિટી સમક્ષ મુકવામા આવી છે.

સોમવાર ૨૬ સપ્ટેમ્બરના રોજ મળનારી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની વિવિધ જગ્યાઓએ કુલ ત્રણ મેગાવોટની ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સિસ્ટમના ઈનસ્ટોલેશન કરવાથી લઈ પાંચ વર્ષના સમય માટે તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી કુલ ૧૮.૯૧ કરોડની રકમથી આપવા દરખાસ્ત રજુ કરવામા આવી છે.સોલાર સિસ્ટમ લગાવાયા બાદ મ્યુનિ.ને વીજ બિલમાં મોટી રાહત મળશે એમ માનવામા આવી રહયુ છે.

મ્યુનિ.ને આ સોલાર સિસ્ટમ કાર્યરત કરવામા આવ્યા બાદ રોજ ૧૨ હજાર યુનિટ વીજળી મળશે.રોજની ૭૨ હજાર જેટલી બચત થઈ શકશે.સોલાર પેનલ લગાવવા માટેની જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામા આવશે.આ માટે ૯.૫૫ લાખનો ખર્ચ કરી કનસ્લ્ટન્ટ કંપનીને કામ આપવામા આવશે જેથી યોગ્ય જગ્યાએ સોલાર પેનલ લાગી શકે.મ્યુનિ.દ્વારા હાલમા રોજ ૧૬૦૦ કીલોવોટ વીજળી સોલાર સિસ્ટમની મદદથી ઉત્પન્ન કરવામા આવી રહી છે.અમદાવાદ મ્યુનિ.એ છ વર્ષથી વિન્ડ પાવરમા રોકાણ શરુ કરતા અત્યાર સુધીમા મ્યુનિ.ને કચ્છ સહિતના અન્ય યુનિટમાથી ૧૮ કરોડ યુનિટ વીજળી મળવાની સાથે ૧૨૫ કરોડ જેટલી આવક થવા પામી છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી