GSTV
Gujarat Government Advertisement

નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ

Last Updated on April 19, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનના નિયમો ભંગ કરનાર પાંચ એકમોને સીલ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ અમદાવાદમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ ચલાવવાનો નિર્દેશ છે. જેથી કોર્પોરેશનની ટીમે 427 જેટલી ઓફિસ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી પાંચ ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હાજર હોવાથી કોર્પોરેશને આ ઓફિસને સીલ કરી છે. કોર્પોરેશને મકરબાની ગેલોપ્સ ઓટોહોસ, એસ.જી હાઈવે પર આવેલી મેસર્સ સી એન્ડ એસ, થલતેજમાં આવેલી એક્સિસ બેંકના હેલ્પ ડેસ્ક, નિકોલમાં રિદ્ધી કો, સર્વિસિસ અને વસ્ત્રાલની ક્રિષ્ના ડાયમંડની ઓફિસ સીલ કરી દીધી છે.

શહેરમાં કોરોના સંક્રમણ એટલી હદે બેફામ બની ગયું

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોના સંક્રમણ એટલી હદે બેફામ બની ગયું છે કે જેના લીધે કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

ઔદ્યોગિક એકમોને મુક્તિ મળી છે

જો કે તમને જણાવી દઇએ કે, ઔદ્યોગિક એકમોને આ વ્યવસ્થામાંથી કોર્પોરેશને મુક્તિ આપી છે. ટેક્સ વિભાગ દ્વારા આગળના દિવસોમાં આ ચેકિંગ શરૂ રાખવામાં આવશે. 50 ટકા જ સ્ટાફ હાજર રાખવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે 50 ટકા જ સ્ટાફની છૂટ આપી છે

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 12 એપ્રિલના રોજ ગુજરાત સરકારે પણ રાજ્ય સરકારની કચેરીઓ, અર્ધસરકારી કચેરીઓ બોર્ડ – કોર્પોરેશન તથા તમામ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરી 50 ટકા સુધી જ રાખવાનો અથવા કર્મચારીઓ ઑલ્ટરનેટ દિવસે ફરજ પર આવે તેવી વ્યવસ્થા કરવાનો નિર્ણય કર્યો હતો. આ પરિપત્રનું પાલન કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ આવો જ નિર્ણય કર્યો હતો.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!