કોર્પોરેશનને હોટલને તાળુ તો માર્યું પરંતુ અંદરથી જોવામાં આવ્યું કે કામગીરી ચાલુ જ છે

Camby Hotel Ahmedabad

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બાકી મિલકત વેરા અંતર્ગત જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલ સીલ કરી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી કેમ્બે હોટલનો 5 કરોડનો મિલકત વેરો બાકી છે. અને અનેક નોટિસો બાદ પણ હોટલ મેનેજમેન્ટ તરફથી કોઈ જ પ્રતિક્રીયા નહીં અપાતા આખરે કોર્પોરેશને કેમ્બે હોટલ સીલ કરી છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે કોર્પોરેશન હોટલ સીલ મારી હોવા છતાં હોટલ અંદરથી ચાલુ છે. હોટલની અંદર સ્ટાફ રૂટીન કામકાજ કરતો હોય તેવા દુશ્યો જીએસટીવીના કેમેરામાં કેદ થયા છે. કોર્પોરેશન દ્વારા સંપૂર્ણ હોટલ સીલ કરાઈ હોવા છતાં અંદર ખાને હોટલ ચાલુ રહેતા તંત્રની કામગીરી સામ પણ સવાલો ઉઠી રહ્યા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter