GSTV
Gujarat Government Advertisement

કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ

Last Updated on April 22, 2021 by Dhruv Brahmbhatt

કોરોના સંક્રમણને કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ખાનગી ઓફિસોને 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. ત્યારે આ નિયમનું પાલન થાય છે કે કેમ તેને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે અનુસંધાને કુલ 275 ઓફીસમાં ચેકીગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર એકમમાં નિયમનો ભંગ થતા તેઓને સીલ મારવામાં આવ્યું છે. ઇસનપુરમાં આવેલો એરાયુરો ઓટો મોબાઇલ્સ, સીટીએમ ક્રોસીંગ પર આવેલા ગોકુલ ઓટો વર્લ્ડ, ન્યુ કલોથ માર્કેટ પર જૈન ટેક્ષસ્ટાઇલ અને સુમેલ બિજનેસ પાર્ક -1માં બી.એમ. ટ્રેડર્સને સીલ કરવામાં આવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે કોર્પોરેશનના નિયમો ભંગ કરનાર પાંચ એકમોને સીલ કરવામાં આવ્યાં છે. નિયમ મુજબ અમદાવાદમાં ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે કામ ચલાવવાનો નિર્દેશ છે. જેથી કોર્પોરેશનની ટીમે 427 જેટલી ઓફિસ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાંથી પાંચ ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફ હાજર હોવાથી કોર્પોરેશને આ ઓફિસને સીલ કરી છે. કોર્પોરેશને મકરબાની ગેલોપ્સ ઓટોહોસ, એસ.જી હાઈવે પર આવેલી મેસર્સ સી એન્ડ એસ, થલતેજમાં આવેલી એક્સિસ બેંકના હેલ્પ ડેસ્ક, નિકોલમાં રિદ્ધી કો, સર્વિસિસ અને વસ્ત્રાલની ક્રિષ્ના ડાયમંડની ઓફિસ સીલ કરી દીધી છે.

આજ રોજ સીલ કરવામાં આવેલી ઓફિસોના નામ

1. એરા યુરો ઓટોમોબાઇલ્સ ઇસનપુર
2. ગોકુળ ઓટો વર્લ્ડ, સી ટી એમ ક્રોસિંગ
3. જૈન ટેક્સ ટાઇલ્સ ,ન્યુ કલોથ માર્કેટ
4. બી એમ ટ્રેડર્સ, સૂમેલ બિઝનેસ પાર્ક 1

ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ કોરોનાને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ શહેરમાં આવતી તમામ ખાનગી ઓફિસ, કોમર્શિયલ એકમો અને સંસ્થાઓમાં 50 ટકા જ સ્ટાફ અથવા ઑલ્ટરનેટ દિવસે કર્મચારીઓને બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!